સ્પોર્ટસ

જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?

ચેન્નઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ અહીં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું ત્યારે તેના નામે 294 ટેસ્ટ-વિકેટ હતી અને શુક્રવારે તેણે બે વિકેટ લીધી એટલે તેની વિકેટનો આંકડો 296 થઈ જતાં હવે 300ના જાદુઈ આંકડા માટે તેને ફક્ત ચાર શિકારની જરૂર છે અને એ સુવર્ણ તક તે આ ટેસ્ટમાં નથી ગુમાવવા માગતો.

જાડેજાએ શુક્રવારની રમત બાદ પત્રકારોને કહ્યું, ‘મને અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ ગ્રાઉન્ડ પર 300મી વિકેટની સિદ્ધિ મેળવવાની તક મળી છે જે હું ગુમાવવા નથી માગતો.’

આપણ વાંચો: મારી ભૂલને કારણે સરફરાઝ રનઆઉટ થયો: રવીન્દ્ર જાડેજા

જાડેજા આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે એટલે ચેન્નઈના ગ્રાઉન્ડ સાથે તેને ખાસ લગાવ છે.
શુક્રવારની રમતને અંતે ભારતનો બીજા દાવનો સ્કોર ત્રણ વિકેટે 81 રન હતો. 227 રનની લીડ ગણતાં ભારતના કુલ 308 રન હતા.

જાડેજાએ જર્નલિસ્ટોને વધુમાં કહ્યું, ‘પહેલાં તો અમારે ફરી સારી બૅટિંગ કરવી પડશે. શુક્રવારે રમત જ્યાં અટકી હતી ત્યાંથી અમારે ફરી રમવાનું શરૂ કરીને બીજા 120થી 150 રન બનાવવા જોઈએ કે જેથી અમે સારી સ્થિતિમાં આવી શકીએ. ત્યાર બાદ અમે બાંગ્લાદેશની ટીમને બને એટલા વહેલા ઑલઆઉટ કરી દઈશું.’

વન-ડેમાં જાડેજાની 220 વિકેટ છે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં તેણે 54 વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…