રવીન્દ્ર જાડેજાએ મેન્ચેસ્ટરની પીચને ચૂમી, તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ | મુંબઈ સમાચાર

રવીન્દ્ર જાડેજાએ મેન્ચેસ્ટરની પીચને ચૂમી, તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા મેન્ચેસ્ટરમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ આ મેચને ડ્રો કરાવ્યા બાદ મેન્ચેસ્ટરની પીચને ચૂમી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. રવીન્દ્ર જાડેજાએ આ પીચ પર મુશ્કેલ સ્થિતીમાં સદી ફટકારીને રેકોર્ડ પણ બનાવ્યો હતો. મેન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને મેચ અંપાયર્સ સાથે હાથ મિલાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પીચને હાથ લગાડીને તેને નમન કર્યું. તેની માટી હાથમાં લઈને ચૂમી હતી.

185 બોલમાં 107 રન ફટકાર્યા

મેન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાની બેટિંગની શરુઆત તેમને મળેલા જીવતદાનથી થઈ હતી. જો રૂટે તેમનો કેચ છોડયા બાદ તેમણે સમગ્ર મેચનો તસવીર બદલી નાખી. રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેન્ચેસ્ટર ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેમણે 185 બોલમાં 107 રન ફટકાર્યા હતા. જે તેમના ટેસ્ટ કેરિયરની પાંચમી સદી હતી. જયારે આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે પણ 334 બોલમાં અણનમ 203 રન ફટકારી રેકોર્ડ ભાગીદારી કરી હતી.

આપણ વાંચો:  બ્રિટિશ કેપ્ટનની કાકલૂદી, જાડેજા અને વોશિંગ્ટને તેની ઑફર સાફ નકારી

પીચની મદદ વિના આ શક્ય ન હતું

રવીન્દ્ર જાડેજાએ માટે પણ પીચને નમન કર્યું કે કારણ કે આ પીચની મદદ વિના આ શક્ય ન હતું. જેમાં મેચ બાદ બેન સ્ટોકસે જણાવ્યું હતું કે પીચમાં અનઈવન બાઉન્સ હતો. જે રાઈડ હેન્ડર બેસ્ટમેન માટે હતો પરંતુ લેફ્ટ હેન્ડર બેસ્ટમેન માટે નહી. ભારત માટે સારી બાબત એ રહી કે મેચ ડ્રો કરાવવા ઝઝુમી રહેલા બંને બેટ્સમેન જાડેજા અને સુંદર લેફ્ટ હેન્ડર હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button