સ્પોર્ટસ

ગુવાહાટી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ આ સિદ્ધિ મેળવી; કુંબલે અને હરભજનની યાદીમાં જોડાયો…

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે સમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ધીમે ધીમે હાર તરફ ધકેલાઈ રહી છે. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સ સામે ભારતિય બોલર્સ લાચાર દેખાયા હતાં. ચોથા દિવસે લાંચ સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 220/4 હતો, જેમાંથી ત્રણ વિકેટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લીધી છે. તેણે હવે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી છે, જે આવું કરનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે.

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ક્રિકેટમાં સામે સૌથી વધુ વિકેટ ભારતીય ખેલાડી અનિલ કુંબલેના નામે છે, તેમણે 40 ઇનિંગ્સમાં 84 વિકેટ લીધી છે. જવાગલ શ્રીનાથે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે 25 ઇનિંગ્સમાં 64 વિકેટ લીધી છે, હરભજન સિંહ 19 ઇનિંગ્સમાં 60 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. રવિ અશ્વિન 26 ઇનિંગ્સમાં 57 વિકેટ સાથે ચોથા સ્થાને છે હવે જાડેજાએ માત્ર દક્ષિણ આફ્રિકા સામે માત્ર 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી છે.

BCCI

જાડેજા ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે જાડેજાએ હરભજન સિંહ અને અનિલ કુંબલેના રેકોર્ડને પાછળ છોડી દીધા છે. આ મામલે આર અશ્વિન બાદ જાડેજા બીજા ક્રમે આવી ગયો છે.

ગુવાહાટીમાં ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ લીડ સાથે 500 થી વધુ બનાવી લીધા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button