રવીન્દ્ર જાડેજાએ આ બાબતે ધોનીને પાછળ છોડ્યો; હવે પંત અને સેહવાગના રેકોર્ડ પર નજર

અમદાવાદ: વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર બેટિંગ કરી રહી છે, કે એલ રાહુલ સદી ફટકારીને આઉટ થયો અને શુભમન ગીલ ફિફ્ટી ફટકારીને આઉટ થયો. આ લખાય છે ત્યારે ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજા બંને ફિફ્ટી ફટકારીને રમી રહ્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના દિગ્ગજ બેટર એમ એસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે, હવે તેની નજર ઋષભ પંત અને વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડ પર છે.
ઓલરાઉન્ડર ટેસ્ટ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી મેચમાં કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયા બાદ જાડેજા બેટિંગ કરવા ઉતર્યો હતો, જાડેજાએ ફિફ્ટી ફટકારી છે અને હજુ પણ બેટિંગ કરી રહ્યો છે.
એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો:
આ ઇનિંગ દરમિયાન જાડેજાએ એમએસ ધોનીના 78 ટેસ્ટ સિક્સરનો રેકોર્ડ તોડ્યો. જાડેજાએ તેની કારકિર્દીની 7,111 બોલ પર તેની ટેસ્ટ કારકિર્દીની 79મી સિક્સ ફટકારી. આ સાથે જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઋષભ પંત અને વીરેન્દ્ર સેહવાગ 90 સીકર ફટકારીને ટોચના સ્થાને છે. રોહિત શર્મા 88 સિક્સર ફટકારીને ત્રીજા સ્થાને છે.
જો રમેલા બોલની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો, પંત ટોચ પર છે કારણ કે તેણે ફક્ત 4,621 બોલમાં 90 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે સેહવાગે 10,346 બોલ પર 90 સિક્સર ફટકારી છે. આ સંદર્ભમાં જાડેજા ચોથા સ્થાને છે.
આપણ વાંચો: ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ બાદ આવું બન્યું; કેએલની સદી અને શુભમનની અડધી સદી સાથે છે કનેક્શન