સ્પોર્ટસ

રવિ શાસ્ત્રી ક્હે છે, ‘ બુમરાહ પર બોજ નાખવાને બદલે…’

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ કહ્યું છે કે રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કર્યાં બાદ મારા મતે હવે તેના સ્થાને કેપ્ટનપદે શુભમન ગિલ (Shubhman Gill) અને રિષભ પંત (Rishabh PANT) સૌથી સારા દાવેદાર છે. હા, જસપ્રીત બુમરાહ પર કેપ્ટન્સી (captaincy)નો બોજ ન નાખવો જોઈએ.’

શાસ્ત્રીનું એવું માનવું છે કે ‘ગિલ અને પંત યુવાન છે અને આઈપીએલમાં ટીમનું સુકાન સંભાળી રહ્યા છે એટલે તેમને નેતૃત્વનો અનુભવ તો છે જ.’ બુમરાહ વિશે રવિ શાસ્ત્રીનું દ્રઢપણે માનવું છે કે ‘ તેને ફિટનેસની સમસ્યા ઘણીવાર નડતી હોય છે એટલે તેના પર નેતૃત્વનો વધારાનો બોજ ન નાખવો જોઈએ.’

શાસ્ત્રીએ કહ્યું, ‘ હું સૌથી પહેલાં બુમરાહને જ કેપ્ટન બનાવવાનું પસંદ કરું, પણ તેની ફિટનેસની સમસ્યા જોતાં તેને કેપ્ટન બનાવવા જતાં બોલર તરીકે પણ ગુમાવવો પડે.’

આપણ વાંચો : દ્રવિડ-શાસ્ત્રીએ જે ન કર્યું એ કામ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button