નવી દિલ્હીઃ ગઈકાલે IPL-2024ની 34મી મેચ LSG Vs CSK વચ્ચે રમાઈ અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર LSGએ CSKને 8 વિકેટથી હરાવ્યું હતું. CSKએ પહેલાં બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર બનાવ્યો હતો. લખનઉએ બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પણ આ બધા વચ્ચે ધોનીએ રવીન્દ્ર જાડેજા પાસે એક કેચ રિક્રિએટ કરાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. લખનઉની ઈનિંગ વખતે બાપુ એટલે કે રવીન્દ્ર જાડેજાએ પોતાની શાદનદાર ફિલ્ડિંગથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
રવીન્દ્ર જાડેજાએ લખનઉની બેટિંગ વખતે 18મા ઓવરમાં મથીશા પથિરાનાએ બોલિંગ કરી અને તેણે ઓફ સ્ટમ્પ બોલિંગ કરી હતી. કેએલ રાહુલે પોઈન્ટ તરફ શોટ માર્યો અને ત્યાં જ રવીન્દ્ર જાડેજા ફિલ્ડિંગ કરી રહ્યો હતો. જાડેજાએ હવામાં છલાંગ લગાવીને એક હાથથી જ કેચ પકડી લીધો અને રાહુલને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ટીવી અમ્પાયરે કેચને ચેક કર્યો પણ કેચ પકડીને જાડેજા નીચે પડી ગયો હતો પરંતુ અમ્પાયર જોઈ નહીં શક્યા અને ન તો તેમને એવું કોઈ ફૂટેજ મળ્યું કે જેનાથી એ સાબિત થાય કે બોલ જમીનને ટચ થયો હોય. બસ અહીં સીએસકેના એક્સ કેપ્ટને પોતાની કુશળતા કામે લગાવીને અને જ્યાં સુધી ટીવી અમ્પાયર ચેક કરી રહ્યા હતા ત્યાં સુધી તેણે રવીન્દ્ર જાડેજાને પૂછી લીધું કે તે કેચ કેવી રીતે પકડ્યો? અને કેચનો સીન રિક્રિએટ કર્યો. ત્યાં સુધી ટીવી અમ્પાયરે પણ કેએલ રાહુલને આઉટ કરી દીધો. અહીંયા તમારી જાણ માટે કે CSK તરફથી ગઈકાલે રવીન્દ્ર જાડેજાએ 57 રન બનાવ્યા હતા તો ધોનીએ પણ પોતાની ધૂઆંધાર બેટિંગથી લોકોના દિલ જિતી લીધા હતા.