આજથી રણજી ટ્રોફીની નવી સીઝન, વડોદરામાં મુંબઈ સામે બરોડાની નિરાશાજનક શરૂઆત
વડોદરા: રણજી ટ્રોફીની નવી સીઝન આજે શરૂ થઈ છે. મુંબઈની ચાર દિવસીય પ્રથમ મૅચ આજે વડોદરામાં બરોડા સામે શરૂ થઈ છે જેમાં બરોડાએ બૅટિંગ પસંદ કર્યા બાદ પહેલી જ ઓવરમાં પાંચ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી દીધી હતી.
લેફ્ટ-હૅન્ડ ઓપનર શિવાલિક શર્મા (0)ને શાર્દુલ ઠાકુરે ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
અજિંક્ય રહાણે મુંબઈનો અને કૃણાલ પંડ્યા બરોડાની ટીમનો કૅપ્ટન છે.
ગઈ સીઝનની રણજી ચૅમ્પિયન મુંબઈની ટીમ તાજેતરમાં જ રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે ઇરાની કપ જીતીને વડોદરા આવી છે.
ભારતનો ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ 18 ઓક્ટોબરે બાંદરા (પૂર્વ)માં બીકેસીના ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્ર સામે શરૂ થનારી રણજી ટ્રોફી મૅચમાં રમવાનો છે.
ગઈ સીઝનની રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈએ વિદર્ભને હરાવ્યું હતું.
આજે અન્ય મૅચોની હરીફ ટીમો આ મુજબ છે: ગુજરાત-હૈદરાબાદ, સૌરાષ્ટ્ર-તામિલનાડુ, મહારાષ્ટ્ર-જમ્મુ કાશ્મીર, રાજસ્થાન-પોંડિચેરી, વિદર્ભ-આંધ્ર પ્રદેશ, બેંગાલ-ઉત્તર પ્રદેશ.
Also Read –