સ્પોર્ટસ

Ranji Trophy: રેલવેએ ત્રિપુરાને હરાવી રચ્યો ઇતિહાસ અને…

અગરતલા: રણજી ટ્રોફી (Ranji Trophy) 2023-24માં રેલવે ક્રિકેટ ટીમે 19 ફેબ્રુઆરીના રોજ અગરતલાના એમબીબી સ્ટેડિયમમાં ત્રિપુરાને તેની અંતિમ લીગ મેચમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. રેલવેએ રણજી ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો હતો. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

પહેલા દાવમાં ત્રિપુરાના 149 રનના જવાબમાં રેલવેની ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્રિપુરાને 44 રનની લીડ મળી હતી. હોમ ટીમે બીજા દાવમાં 333 રન કર્યા હતા અને રેલવેને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
રેલવેએ ત્રીજા દિવસના બીજા ભાગમાં લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી હતી. રેલવેની શરૂઆત ખરાબ રહી હતી. તેમનો ટોપ ઓર્ડર વિખેરાઇ ગયો હતો અને ત્રણ વિકેટે 31 રન પર ગુમાવી દીધી હતી. જોકે ઓપનર બેટ્સમેન પ્રથમ સિંહ અને મોહમ્મદ સૈફ (106)એ ચોથી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

પ્રથમે 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 169 રન કર્યા હતા. કેપ્ટન ઉપેન્દ્ર યાદવ 27 રન કરીને અણનમ રહ્યો હતો. રેલવેએ 103 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રેલવેએ સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો હતો.

2019-20માં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે ઉત્તર પ્રદેશ સામે 372 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. 2008-09 સીઝનમાં આસામે સર્વિસીસ સામે 370 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તે યાદીમાં ત્રીજા સ્થાને છે.

સાત રાઉન્ડ પછી એલિટ ગ્રુપ સીમાં રેલવેના 24 પોઈન્ટ હશે, પરંતુ નોકઆઉટમાં સ્થાન મેળવી શકશે નહીં. કર્ણાટક અને તમિલનાડુનું સ્થાન નક્કી છે. ગુજરાત અત્યારે સાત મેચ બાદ 25 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. હાર છતાં એલિટ ગ્રુપ રણજી ટ્રોફી સીઝનમાં ત્રિપુરાનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેના 17 પોઈન્ટ છે. તેણે ટૂર્નામેન્ટમાં તેની 200મી મેચ રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button