સ્પોર્ટસ

Ranji Trophy: આંધ્રને હરાવીને મધ્યપ્રદેશ સેમી-ફાઇનલમાં પહોંચ્યું, બોલર્સનો દબદબો

ઈન્દોરઃ અનુભવ અગ્રવાલની છ વિકેટની મદદથી મધ્ય પ્રદેશે આંધ્ર પ્રદેશને ચાર રનથી હરાવીને રણજી ટ્રોફી (Ranji Trophy)ની સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં બોલરોનો દબદબો રહ્યો હતો. આ જીત સાથે 2021-22ની ચેમ્પિયન મધ્યપ્રદેશની ટીમ આ વખતે છેલ્લા ચારમાં પહોંચનારી તમિલનાડુ પછી બીજી ટીમ બની ગઇ છે. જીતવા માટેના 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આંધ્રની ટીમ અંતિમ દિવસે 165 રનમાં આઉટ થઈ ગઈ હતી.

ચાર વિકેટે 95 રનના તેમના ગઈકાલના સ્કોરથી આગળ રમતા આંધ્ર પ્રદેશની જીત સરળ લાગતી હતી, પરંતુ અગ્રવાલે શાનદાર બોલિંગ કરીને મધ્ય પ્રદેશને જીત અપાવી હતી. પહેલા દાવમાં ત્રણ વિકેટ લેનાર આ બોલરે બીજી ઇનિંગમાં 19 ઓવરમાં 52 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

તેણે ઇનિંગની 51મી ઓવરમાં કરણ શિંદે (14)ને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. તે પછીની ઓવરમાં તેણે વિહારીને (55 રન) પેવેલિયન મોકલ્યો અને પ્રથમ બોલ પર શોએબ મોહમ્મદ ખાન (0)ને આઉટ કર્યો હતો.

આ પછી કુલવંત ખેજરોલિયાએ કેવી શશિકાંત (સાત)ને આઉટ કર્યો હતો. ગિરિનાથ રેડ્ડી (15) અને અશ્વિન હેબ્બારે (22) નવમી વિકેટ માટે 32 રન ઉમેરીને આંધ્રને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. અગ્રવાલે ગિરિનાથને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. જીતવા માટે પાંચ રનની જરૂર હતી ત્યારે ખેજરોલિયાએ હેબ્બાર (22)ને આઉટ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button