જયપુરઃ અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર જામવાની અપેક્ષા હતી પણ આખી ગેમ પહેલેથી રાજસ્થાન તરફી રહી હતી. વરસાદના વિઘ્ન પછી મેચ ફરી શરૂ થયા પછી પણ જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમ સનની ધીરજપૂર્વક રમતને કારણે રાજસ્થાન હોમગ્રાઉન્ડ પર 9 વિકેટથી જીત્યું હતું.
ટોસ જીતીને હાર્દિક પંડ્યાએ બેટિંગ લીધી હતી, પરંતુ શરુઆત ત્રણ વિકેટ પડયા પછી છેક સુધી ધીમી રમત રહી હતી, જેથી મુંબઈ ઈન્ડિયન્સ 179 રનના સ્કોર સુધી મર્યાદિત રહ્યું હતું. 180 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી રાજસ્થાનની ટીમ માટે નવના સ્ટ્રાઈક રેટથી રમવાનો પડકાર હતો. આમ છતાં જયસ્વાલ અને જોશ બટલરે શરૂઆત મજબૂત કરી હતી, જેમાં પહેલી પાંચ ઓવરમાં વિના વિકેટે 44 રન કર્યા હતા.
ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર મહત્ત્વની ઈનીંગ રમ્યા હતા પણ વરસાદના કારણે રાજસ્થાનની મઝા બગાડે એમ લાગતું હતું પણ વરસાદ રોકાયા પછી મેચ ફરી શરૂ કરી હતી. આઠમી ઓવરમાં બટલરને પિયૂષ ચાવલાએ આઉટ કર્યો હતો. બટલરએ 25 બોલમાં 35 રન (6 ચોગ્ગા) કર્યા હતા, જેમાં 74 રને પહેલી વિકેટ પડી હતી.
એક તકક્કે રાજસ્થાને 10 ઓવરમાં એક વિકેટે 100 રનનો સ્કોર પાર કર્યો હતો, જેમાં જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસને પણ આક્રમક બેટિંગ કરવાનું જાળવી રાખ્યું હતું અને મેચ જીત્યું હતું. 59 બોલમાં જયસ્વાલે 100 રન કર્યા હતા, જેમાં સિઝનની પહેલી સદી કરીને ટીમને જીત આપવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજની મેચનો વીનર જયસ્વાલ બન્યો હતો. સેમસને 28 બોલમાં 38 રન કર્યા હતા, જ્યારે જયસ્વાલે 60 બોલમાં નોટ આઉટ રહીને 7 સિકસર અને 9 ચોગ્ગા સાથે 104 રન બનાવ્યા હતા.
રાજસ્થાને મુંબઈ સામે 9 વિકેટથી જીત મેળવી હતી, જેમાં મુંબઈની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ વચ્ચે એકલો જયસ્વાલ મુંબઈને ભારે પડ્યો હતો. બીજી બાજુ મુંબઈના તમામ બોલર વિકેટ લેવા તરસ્યા હતા પણ સફળતા મળી નહોતી. મુંબઈ ઇન્ડિયન્સ વતી હાર્દિક પંડયા, બુમરાહ (4 ઓવર 37 રન) કોએટ્ઝી (2 ઓવરમાં 25 રન), મોહમ્મદ નબી (3 ઓવરમાં 30 રન), પિયૂષ ચાવલા (4 ઓવરમાં એક વિકેટ પણ 33 રન આપ્યા હતા) વગેરેની બોલિંગમાં સરેરાશ દરેક ઓવરમાં નવથી 10 રન લેવામાં આવ્યા હતા.
બીજી વરસાદ પછી મુંબઈ ઇન્ડિયન્સ ખેલાડીએ કેચ છોડવાને કારણે હાર્યા હતા, જેથી રાજસ્થાન રોયલ્સ આજે હોમગ્રાઉન્ડ પર જીત્યું હતું. આ અગાઉ રાજસ્થાને કોલકાતાને હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. રાજસ્થાને કોલકાતાને નવ રનથી હરાવ્યું હતું. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ સિવાય સાતમાંથી ત્રણમાં જીત્યું હતું. આજની મેચ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 29 મેચ રમાઈ હતી, જેમાં મુંબઈ 15 અને રાજસ્થાન 13 મેચ જીત્યું હતું, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને