આઈપીએલના ઓક્શન પૂર્વે રાજસ્થાન રોયલ્સનો મોટો નિર્ણયઃ સંગાકારાને બનાવ્યો મુખ્ય કોચ

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ રાજસ્થાન રોયલ્સે સોમવારે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાને 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
દ્રવિડે આ વર્ષે ઓગસ્ટમાં ફ્રેન્ચાઇઝ છોડી દીધી હતી. સંગાકારા 2021થી ફ્રેન્ચાઇઝના ક્રિકેટ ડિરેક્ટર છે. તેઓ 2021 થી 2024 સુધી મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે, “ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારા આઈપીએલ 2026 માટે મુખ્ય કોચ તરીકે પણ કાર્યભાર સંભાળશે.”
આપણ વાચો: IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…
રાજસ્થાન રોયલ્સનું ગયા સીઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું, 10 ટીમોની ટુર્નામેન્ટમાં નવમા સ્થાને રહ્યું હતું અને 14 મેચમાંથી ફક્ત ચાર જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સે ગત સીઝન સુધી તેમના કેપ્ટન રહેલા સંજુ સેમસનને ચેન્નઈ સુપર કિંગ્સ ટ્રેડ કર્યો હતો. તેના બદલામાં તેમણે રવિન્દ્ર જાડેજાને તેમની ટીમમાં સામેલ કર્યો હતો.
સંગાકારા 2021થી ફ્રેન્ચાઇઝના ક્રિકેટ ડિરેક્ટર છે અને હવે દ્રવિડના સ્થાન પર મુખ્ય કોચ તરીકે પણ કાર્યભાર સંભાળશે. દ્રવિડે આ વર્ષે ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આપણ વાચો: IPL: આવતીકાલે રાજસ્થાન અને ચેન્નઇ વચ્ચે ટક્કર, સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે બંન્ને ટીમો
રાજસ્થાન રોયલ્સના મુખ્ય માલિક મનોજ બડાલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કુમાર મુખ્ય કોચ તરીકે પાછા ફર્યાનો અમને આનંદ છે. આ તબક્કે ટીમને શું જોઈએ છે તે જોતાં અમને લાગ્યું કે ટીમમાં તેમનો પરિચય, તેમનું નેતૃત્વ અને રોયલ્સ સંસ્કૃતિની તેમની ઊંડી સમજણ સાતત્ય અને સ્થિરતાનું યોગ્ય સંતુલન લાવશે.
કુમાર પર હંમેશા એક લીડર તરીકે અમારો સંપૂર્ણ વિશ્વાસ રહ્યો છે. તેમની સ્પષ્ટતા, શાંત સ્વભાવ અને ક્રિકેટની બુદ્ધિ ટીમને આ આગામી તબક્કામાં માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”



