સ્પોર્ટસ

વિજય હજારે ટ્રોફીમાં રાજસ્થાનનો દબદબોઃ ફાઈનલની ટિકિટ પાક્કી

રાજકોટઃ દીપક હુડા (180)ની શાનદાર સદીની મદદથી રાજસ્થાને કર્ણાટકને છ વિકેટે હરાવ્યું અને વિજય હજારે વન-ડે ક્રિકેટ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હુડ્ડાની 128 બોલની ઇનિંગમાં 19 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે કરણ લાંબા (અણનમ 73) સાથે ચોથી વિકેટ માટે 255 રનની ભાગીદારી કરી હતી. એક સમયે રાજસ્થાનનો સ્કોર છ ઓવરમાં ત્રણ વિકેટે 23 રન હતો. ફાઇનલમાં રાજસ્થાનનો સામનો હરિયાણા સામે થશે. મેચ શનિવારે રમાશે.

રાજસ્થાનના ઓપનર રામ ચૌહાણના આઉટ થયા બાદ બીજી ઓવરમાં આવેલા દીપક હુડા શરૂઆતમાં ખૂબ જ સાવધાનીપૂર્વક રમ્યો હતો. લાંબાના આવ્યા દીપકે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. દીપક હુડાએ 52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 33 બોલમાં (કુલ 85 બોલ)માં તેની સદી પૂરી કરી. આ પહેલા કર્ણાટકે અભિનવ મનોહરના 91 રન અને મનોજના 63 રનની મદદથી 8 વિકેટે 282 રન કર્યા હતા.

પ્રથમ બેટિંગ કરવા આવેલી કર્ણાટકની ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ઓપનિંગ કરવા આવેલ કેપ્ટન મયંક અગ્રવાલ 13 રન કરીને આઉટ થયો હતો. રાજકુમાર સમર્થ માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. આ પછી નિકિન જોસ 21, ક્રિષ્નન શ્રીજીતે 37 રન કરી સસ્તામાં આઉટ થયા હતા..

અહીંથી અભિનવ મનોહર અને મનીષ પાંડેએ ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 89 રનની ભાગીદારી થઈ હતી. પાંડે 28 રન કરીને આઉટ થયો હતો. અહીંથી મનોહર અને મનોજ ભાંગડે વચ્ચે 68 બોલમાં 95 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે કર્ણાટકની ઇનિંગ્સને મજબૂત બનાવી હતી. મનોહરે 91 રનની ઇનિંગ રમી હતી અને ભાંગડેએ 63 રનની ઇનિંગ રમી હતી.
રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરી અને કુકના અજય સિંહને 2-2 વિકેટ મળી હતી. જ્યારે અરાફત ખાન, રાહુલ ચહર અને ખલીલ અહેમદને 1-1 વિકેટ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button