સ્પોર્ટસ

રાહુલ દ્રવિડના છોકરાનો કમાલ, વીનુ માંકડ ટ્રોફી માટે કર્ણાટકની અંડર-19 ટીમમાં થઇ પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાહુલ દ્રવિડનો પુત્ર સમિત પણ તેના પિતાની જેમ ક્રિકેટર બનવાના રસ્તે આગળ વધી રહ્યો છે. સમિતને વિનુ માંકડ ટ્રોફી 2023 માટે કર્ણાટકની 15 સભ્યોની અંડર-19 ટીમમાં સામેલ કરાયો છે. આ એક વન-ડે ટૂર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ 12 થી 20 ઓક્ટોબર દરમિયાન હૈદરાબાદમાં રમાશે.

સમિત અગાઉ અંડર-14 સ્પર્ધામાં કર્ણાટક તરફથી રમી ચૂક્યો છે. પરંતુ સમિત પ્રથમ વખત અંડર-19 માટે મેદાનમાં ઉતરશે. આ વખતે તેને સિનિયર ક્રિકેટનો થોડો અનુભવ મળશે. રાહુલ દ્રવિડ તેની કારકિર્દીની શરૂઆતમાં અંડર-15, અંડર-17 અને અંડર-19માં રાજ્ય સ્તર માટે પણ રમી ચૂક્યો છે.

મોટા પુત્ર સમિત ઉપરાંત દ્રવિડનો નાનો પુત્ર અન્વય પણ ક્રિકેટ રમે છે. અન્વયને આ વર્ષે ઝોનલ ટુર્નામેન્ટ માટે કર્ણાટકની અંડર-14 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બંને પુત્રો તેમના પિતાના માર્ગને અનુસરતા જોવા મળે છે.

ભારતીય મુખ્ય કોચની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે વ્યસ્ત રહેશે. જ્યારે વિનુ માંકડ ટ્રોફી 8 ઓક્ટોબરથી શરૂ થશે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપને કારણે તે પોતાના પુત્ર સમિતને અંડર-19 ટૂર્નામેન્ટમાં રમતા જોઈ શકશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button