દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને રાહુલે તોડ્યો રેકોર્ડ, કોહલી રહી ગયો પાછળ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને રાહુલે તોડ્યો રેકોર્ડ, કોહલી રહી ગયો પાછળ

સદી: દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનસ્થિત સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટૅસ્ટ મૅચના બીજે દિવસે (બુધવારે) સદી ફટકાર્યા બાદ ઉજવણી કરી રહેલો ભારતીય ટીમનો બૅટ્સમેન કે. એલ. રાહુલ. (એજન્સી)

સેન્ચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. સેન્ચુરિયન પાર્કમાં રમાઈ રહેલી આ મેચમાં કે.એલ રાહુલે રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી હતી. રાહુલે ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારી હતી. સેન્ચુરિયનમાં રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી. રાહુલે અહીં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે. આ સાથે જ તેના નામે બીજા કેટલાય રેકોર્ડ્સ બન્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થતાં સુધીમાં ૨૪૫ રન કર્યા હતા.

ભારત માટે પ્રથમ દાવમાં રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે ૧૩૭ બોલનો સામનો કર્યો અને ૧૦૧ રન કર્યા હતા. આ દરમિયાન તેણે ૧૪ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. સેન્ચુરિયનમાં રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી. અહીં ભારત તરફથી બેટિંગ કરતી વખતે તે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. રાહુલે ૧૦૧ રન કર્યા હતા. આ પહેલા ઋષભ પંતે અણનમ ૧૦૦ રન કર્યા હતા.

સેન્ચુરિયનમાં ટેસ્ટ સદી ફટકારનાર રાહુલ ત્રીજો ખેલાડી છે. તેણે અહીં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી અને સચિન તેંડુલકરને પાછળ પાડી દીધા છે. સચિન અને કોહલીએ એક-એક સદી ફટકારી છે. કોહલીએ ૨૦૧૮માં સદી ફટકારી હતી. સચિને ૨૦૧૦માં સદી ફટકારી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button