સ્પોર્ટસ

અજિંક્ય રહાણે આઇપીએલમાં પહેલા જ દિવસે નવો ઇતિહાસ રચી દેશે, જાણો કેવી રીતે…

કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝન આગામી બાવીસમી માર્ચે શરૂ થશે અને એ પહેલા જ દિવસે અજિંક્ય રહાણે નવો ઇતિહાસ રચી દેશે. રહાણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો નવો કૅપ્ટન નિયુક્ત થયો છે અને બાવીસમીએ ઈડન ગાર્ડન્સમાં પ્રથમ મૅચ કેકેઆર તથા રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે રમાશે.

કેકેઆરમાં ફક્ત 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં જોડાયેલો રહાણે આ પહેલાં રાજસ્થાન રૉયલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની કૅપ્ટન્સી સંભાળી ચૂક્યો છે. તે બાવીસમીએ કેકેઆરનું સુકાન સંભાળશે એ સાથે તે આઇપીએલમાં ત્રણ ટીમની કૅપ્ટન્સી સંભાળનાર પ્રથમ ભારતીય પ્લેયર બની જશે.

આ પણ વાંચો: અજિંક્ય રહાણે બન્યો કોલકત્તા નાઇટ રાઇડર્સનો નવો કેપ્ટન, વેંકટેશ ઐય્યર વાઇસ કેપ્ટન

દિલ્હી તેમ જ ચેન્નઈ વતી પણ રમી ચૂકેલા રહાણે સામે કેકેઆરનો કૅપ્ટન બનવાની બાબતમાં વેન્કટેશ ઐયર પણ દાવેદાર હતો, પરંતુ રહાણે પર કળશ ઢોળવામાં આવ્યો છે.

રહાણે પછી પચીસમી માર્ચે શ્રેયસ ઐયર ત્રણ આઇપીએલ ટીમનું સુકાન સંભાળનાર બીજો ભારતીય પ્લેયર બનશે. ઐયરે 2018માં દિલ્હીની કૅપ્ટન્સી સંભાળી હતી અને 2024માં તેના સુકાનમાં કેકેઆર ચૅમ્પિયન બન્યું હતું. ઐયર હવે પંજાબનો કૅપ્ટન છે જેની પ્રથમ મૅચ પચીસમી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button