IND VS NZ: અશ્વિન અને જાડેજા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી તો સફળતા, જાણો કોણે કહ્યું?
બેંગલુરુઃ ન્યૂ ઝીલેન્ડના ટોચના ક્રમના બેટ્સમેન રચિન રવિન્દ્રએ આજે જણાવ્યું હતું કે અનુભવી સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો યોગ્ય રીતે સામનો કરવો ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં તેની ટીમની સફળતા માટે નિર્ણાયક રહેશે. અશ્વિન અને જાડેજાએ મળીને ટેસ્ટમાં 800થી વધુ વિકેટ લીધી છે. આ બંને હાલમાં વિશ્વ ક્રિકેટની સૌથી અનુભવી બોલિંગ જોડીમાંથી એક છે.
રચિને કહ્યું હતું કે તે લાંબા સમય સુધી એક ક્ષેત્રમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. મારો કહેવાનો મતલબ છે કે તમે બે સ્પિનરો જોશો જે સતત રમે છે. અશ્વિન અને જાડેજા બંને ખૂબ જ કુશળ બોલર છે. તે બેટિંગ પણ કરી શકે છે, જે વિરોધી ટીમ માટે મુશ્કેલી સર્જી શકે છે.
તેણે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે ઘરઆંગણાની પરિસ્થિતિઓમાં ભારત બેટિંગ અને બોલિંગમાં શાનદાર છે. આ દર્શાવે છે કે તેની ટીમ માટે અહીં આવીને જીતવું કેટલું મુશ્કેલ છે. જોકે, રચિનને ભારતમાં તેના અગાઉના અનુભવના આધારે આગામી ટેસ્ટ શ્રેણીમાં વધુ સારા પ્રદર્શનનો વિશ્વાસ છે.
આ ખેલાડીએ આઇપીએલ 2024માં ચેન્નઇ તરફથી રમ્યો છે. તે પહેલા તે ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં તેની બેટિંગથી પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો હતો.