આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
ચેન્નઈ: બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar trophy)ની ત્રીજી મેચ બાદ ભારતીય ટીમના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને અચાનક જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (R Ahwin Retirement) કરી હતી, જેને કારણે તેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. આર અશ્વિનની નિવૃત્તિ અંગે પૂર્વ ક્રિકેટરો, ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં ભારતીય ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સમાં આર અશ્વિન સાથે રમી ચૂકેલા સુબ્રમણ્યમ બદ્રિનાથે (Subramaniam Badrinath) ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા સુબ્રમણ્યમ બદ્રિનાથે કહ્યું કે રવિ અશ્વિનને પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ 11માં સામેલ ન કરવામાં આવ્યો. રવિ અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પછી મને ખૂબ જ આશ્ચર્ય થયું.
મેદાન છોડવા માંગતો હતો:
એસ બદ્રીનાથે કહ્યું કે જો હું પ્રમાણિકતાથી કહું તો રવિ અશ્વિન સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. પર્થ ટેસ્ટ બાદ રોહિત શર્માએ કહ્યું કે તે મેદાન છોડવા માંગતો હતો, આ દર્શાવે છે કે તે નાખુશ હતો. ત્યાર બાદ પર્થ ટેસ્ટમાં, પ્લેઇંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અગાઉ પણ રવિ અશ્વિનને વિદેશની ધરતી પરની મેચોમાં પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો ના હતો.
આ પણ વાંચો…અશ્વિનના પિતાએ દીકરાની નિવૃત્તિના મુદ્દે મોટો ધડાકો કર્યો
તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો:
સુબ્રમણ્યમ બદ્રીનાથે આર અશ્વિનના વખાણ કરતા કહ્યું કે તેના માટે આ સફર સરળ રહી નથી, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેણે ટેસ્ટ મેચમાં 500થી વધુ વિકેટ ઝડપી હતી. રવિ અશ્વિન જાણે છે કે નિરાશાઓને કેવી રીતે દૂર કરવી.
અશ્વિને ભારતીય ટીમ તરફથી 106 ટેસ્ટ મેચ રમી છે. રવિ અશ્વિને ટેસ્ટ મેચમાં 537 વિકેટ લીધી હતી. રવિ અશ્વિન ટેસ્ટ મેચોમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં બીજા નંબર પર છે. આ યાદીમાં અનિલ કુંબલે નંબર વન પર છે.