સ્પોર્ટસ

અશ્વિને સંન્યાસ પર કહી મોટી વાત, રોહિત-કોહલીને ખૂંચશે

નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી હતી. અશ્વિનના આ પગલાંથી સૌ કોઈ ચોંકી ગયા હતા. અશ્વિનને અચાનક સંન્યાસની કેમ જાહેરાત કરી તે મુદ્દે હવે જવાબ આપ્યો છે. જોકે તેનો આ જવાબ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પસંદ નહીં આવે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો અને 3-1થી સીરિઝ ગુમાવી હતી. આ કારણે ટીમ ઈન્ડિયાને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ટીમના સીનિયર પ્લેયર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફેંસને નિરાશ કર્યા હતા. જે બાદ તેમના સંન્યાસની માંગ ઉઠી હતી. લોકો તેમને નિવૃત્તિ કેમ નથી લેતાં તે પૂછી રહ્યા છે. આ સમયે અશ્વિનનું તેના સંન્યાસને લઈ જે નિવેદન સામે આવ્યું છે કે કોહલી-રોહિતને ખૂંચી શકે છે.

આર અશ્વિને સંન્યાસને લઈ વાત કરતાં કહ્યું, મારામાં ક્રિકેટ બાકી હતું. હું વધુ રમી શકતો હતો પરંતુ લોકો જ્યારે તમને નિવૃત્તિ કેમ નથી લેતો તેના બદલે નિવૃત્તિ કેમ લીધી તેમ પૂછે તે શ્રેષ્ઠ હોય છે. અશ્વિનનું આ નિવેદન ભલે તેના ખુદ માટે હોય પરંતુ આજના સમયમાં કોહલી અને રોહિતના સંન્યાસની ખબરો વચ્ચે તેનું આ નિવેદન બંને દિગ્ગજોને ખૂંચી શકે છે. અશ્વિને આમ કહીને બંને સીનિયર ખેલાડીઓને ટોણો માર્યો હોવાનું પણ કેટલાક લોકો કહી રહ્યા છે. જોકે અશ્વિનના રોહિત અને કોહલી સાથે સારા સંબંધ હોવાનું જગજાહેર છે.

Also read: નિવૃત્તિ જાહેર કર્યાના 24 કલાકમાં રવિચંદ્રન અશ્વિન ઘરે પહોંચ્યો, ઉષ્માભર્યું સ્વાગત

અશ્વિને ફેરવેલ ટેસ્ટના સંદર્ભમાં જણાવ્યું, તમે વિચારો કે હું એક ફેરવેલ ટેસ્ટ રમવા ઈચ્છું છું અને હું ટેસ્ટ રમવા માટે ડીઝર્વ નથી કરતો. આ મારી ફેરવેલ ટેસ્ટ હોવાથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તેમ હું ક્યારેય ઈચ્છતો નહોતો.

આઈપીએલમાં રમતો જોવા મળશે

ઉલ્લેખનીય છે કે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પરંતુ તે હજુ પણ આઈપીએલમાં રમતો જોવા મળશે. આ વખતે તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. ઉપરાંત ક્લબ ક્રિકેટ પણ રમશે. અશ્વિને તે રિટાયર્ડ પ્લેયર્સની લીગમાં રમશે કે નહીં તે સ્પષ્ટ કર્યું નથી.

અશ્વિનની કેવી છે કરીઅર

અશ્વિને 13 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં કુલ 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી હતી. 13 વર્ષની વન-ડે કરીઅરમાં તેણે 116 મૅચમાં 156 વિકેટ અને 12 વર્ષની ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરમાં 65 મૅચમાં 72 વિકેટ લીધી હતી. તેણે કુલ મળીને 765 વિકેટ મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button