સ્પોર્ટસ

બૅડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ચીની હરીફોને ધૂળ ચટાડી…

સિંધુની બે વર્ષ બાદ પ્રથમ ટ્રોફી, ટ્રિશા-ગાયત્રીનું ઐતિહાસિક ટાઇટલઃ લક્ષ્ય સેન પણ બન્યો ચૅમ્પિયન

લખનઊઃ બૅડમિન્ટનમાં ભારતના ટૉપ-સીડેડ ખેલાડીઓ પી. વી. સિંધુ અને લક્ષ્ય સેને અહીં રવિવારે સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટમાં અનુક્રમે મહિલા અને પુરુષ વર્ગમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. મહિલાઓની ડબલ્સમાં ટ્રિશા જૉલી અને ભારતીય બૅડમિન્ટન લેજન્ડ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રી ગોપીચંદની જોડી ચૅમ્પિયન બની હતી. ખાસ કરીને સિંધુએ તેમ જ ટ્રિશા-ગાયત્રીની જોડીએ ચીની હરીફને સ્ટ્રેઇટ ગેમમાં હરાવી હતી.

આ પણ વાંચો : ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યા પછી ભારતના ચેસ-સ્ટાર ગુકેશને ડ્રગ્સ-ટેસ્ટના અધિકારીઓએ કહ્યું, `ચાલો અમારી સાથે…’

Credit : PTI

સિંધુ બે વર્ષ બાદ ફરી એકવાર ટાઇટલ જીતી છે. તેણે ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને 21-14, 21-16થી હરાવી દીધી હતી. સિંધુ આ પહેલાં 2017માં અને 2022માં આ ટૂર્નામેન્ટ જીતી હતી. છેલ્લે તે જુલાઈ, 2022માં સિંગાપોર ઓપન જીતી ત્યાર પછી એક પણ ટાઇટલ નહોતી જીતી શકી.

Credit : PTI

મેન્સમાં 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપના બ્રૉન્ઝ મેડલિસ્ટ લક્ષ્ય સેને લખનઊમાં રવિવારે ફાઇનલમાં સિંગાપોરના જિઆ હેન્ગ જેસન તેહને 21-6, 21-7થી પરાસ્ત કર્યો હતો.

મહિલા ડબલ્સમાં ટ્રિશા-ગાયત્રીએ ચીનની બાઓ લિ જિન્ગ અને લિ કિઆનને 21-18, 21-11થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો.

ટ્રિશા-ગાયત્રી આ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સની ટ્રોફી જીતનારી પ્રથમ ભારતીય જોડી છે.

આ પણ વાંચો : મેન્સ ટેનિસના નંબર-વન પછી હવે પોલૅન્ડની ટેનિસ સામ્રાજ્ઞી ડ્રગ્સના સેવન બદલ સસ્પેન્ડ કરાઈ…

મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના પૃથ્વી ક્રિષ્ણમૂર્તિ રૉય અને સાઇ પ્રતિકની જોડીનો 71 મિનિટ સુધી ભારે લડત આપ્યા બાદ ચીનના હુઆન્ગ દિ અને લિઉ યાન્ગ સામે 14-21, 21-19, 17-21થી પરાજય થયો હતો. મિક્સ્ડ-ડબલ્સની ફાઇનલમાં ધ્રુવ કપિલા અને તનિશા ક્રૅસ્ટોની જોડીનો થાઇલૅન્ડના હરીફો ડેકાપૉલ-સુપિસ્સરા સામે 21-18, 14-21, 8-21થી પરાભવ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button