IPL 2024સ્પોર્ટસ

IPL 2024: પંજાબ કિંગ્સ હવે મોહાલીને બદલે આ નવા સ્ટેડિયમમાં રમશે મેચ, જાણો શું છે ખાસ

ચંડીગઢ: IPLની આગામી સીઝન માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. એવામાં પંજાબ કિંગ્સ ટીમને નવું હોમ ગ્રાઉન્ડ મળી શકે છે. ન્યુ ચંદીગઢના મુલ્લાપુરમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવી રહેલા નવા સ્ટેડિયમનું નિર્માણ લગભગ પૂર્ણ થવા પર છે. IPL 2024 દરમિયાન પંજાબ કિંગ્સની મેચો આ મેદાનમાં યોજવામાં આવે તેવી શક્યતા છે.

અગાઉ 11 જાન્યુઆરીએ યોજાનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 મેચ અંગે અહેવાલ હતા કે PCA આ મેચનું આયોજન નવા સ્ટેડિયમમાં કરાવી શકે છે. PCA અધિકારીએ સ્પષ્ટ કર્યું કે નવા સ્ટેડિયમમાં હજુ થોડું કામ બાકી છે, તેથી આંતરરાષ્ટ્રીય મેચ હજુ યોજાશે નહીં.


PCAના અધિકારીએ કહ્યું કે IPL 2024માં હોમ ટીમ કિંગ્સ પંજાબના અધિકારીઓએ નવા સ્ટેડિયમની મુલાકાત લીધી છે અને તે નિશ્ચિત છે કે IPLની મેચો નવા સ્ટેડિયમમાં જ યોજાશે. નવા સ્ટેડિયમની ડિઝાઈન મોહાલીના સ્ટેડિયમથી બિલકુલ અલગ છે. દર્શક ક્ષમતા લગભગ 30,000 છે જ્યારે સ્ટેડિયમની અંદર 1800 કાર માટે પાર્કિંગ હશે.


સૌથી મહત્વની વાત એ છે કે નેટ સેશન એરિયા બનાવવામાં આવ્યો છે જેમાં 12 પીચ બનાવવામાં આવી રહી છે. આ સિવાય 2 ડ્રેસિંગ રૂમની સાઇઝ મોહાલી કરતા ઘણી મોટી છે. ડ્રેસિંગ રૂમ 300 હજાર ચોરસ મીટર છે જેમાં ગોલ્ડ બાથ, બુફે એરિયા, શાવર અને મસાજ એરિયાનો સમાવેશ થાય છે. નવા સ્ટેડિયમની ફ્લડ લાઇટમાં લાગેલા બલ્બ નવા વર્ઝનના છે અને ભારતમાં હજુ સુધી કોઈપણ સ્ટેડિયમમાં લગાવવામાં આવ્યા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…