IPL 2024સ્પોર્ટસ

ગર્વ છે કે મારું નામ પણ ‘MAHI…’ છે, 25 હજાર કરોડ રૂપિયાના માલિક ધોનીથી થયા પ્રભાવિત

ધોનીના ચાહકોમાં ઘણા મોટા ચહેરાઓ સામેલ છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને સીઈઓ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ ગઇ કાલની મુંબઈ ઈન્ડિયન્સ સામેની ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર બેટિંગ બાદ તેના ફેન બની ગયા છે. આનંદ મહિન્દ્રા પણ IPLના અને ખાસ કરીને CSK (ચેન્નાઈ સુપર કિંગ્સ)ના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન એમએસ ધોનીની બેટિંગ પર ઓવારી ગયા છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની માહિની ધમાકેદાર ઈનિંગ્સની તેમણે ભારોભાર પ્રશંસા કરી છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે ‘મુંબઈ ઇન્ડિયન્સ’ સામે શાનદાર ઇનિંગ રમી હતી. ધોનીએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું હતું કે શા માટે તેને ‘બેસ્ટ ફિનિશર’નો ટેગ આપવામાં આવ્યો છે. ધોનીના ચાહકોમાં ઘણા મોટા ચહેરાઓ સામેલ છે અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ આ ઈનિંગ બાદ તેના ફેન બની ગયા છે. ધોનીની આ યાદગાર ઇનિંગને જોયા બાદ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર માહીના ખૂબ વખાણ કર્યા છે. આનંદ મહિન્દ્રાએ ધોનીને શ્રેષ્ઠ ફિનિશર ગણાવ્યો છે. ગમે તેવા દબાણ સામે પણ ધોની કૂલ રહીને ગેમ રમે છે.

આનંદ મહિન્દ્રાએ તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે, ‘મારા નામમાં પણ MAHI… હોવાનો મને ગર્વ છે. ‘ તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ સાથે ધોનીની ફટકાબાજીનો ફોટો પણ જોડ્યો હતો.

https://twitter.com/anandmahindra/status/1779541118805262486

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેને અત્યાર સુધીમાં 1.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. કેટલાક યુઝર્સે તેને ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો આઈડિયા પણ આપ્યો છે.

નોંધનીય છે કે IPLમાં પ્રારંભિક સિઝનથી જ એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમે છે. તેમણે IPL રમતા ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ ટ્રોફી અપાવી છે. આ વર્ષની IPLમાં તેમણે CSKનું સુકાનીપદ ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધું છે. ધોની ભારતીય ક્રિકેટ ટીમમાં પણ મહત્વનો ભાગ રહ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવીને સિઝનની ચોથી જીત નોંધાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની નિર્ધારિત 20 ઓવરમાં કુલ 206 રન બનાવ્યા. 42 વર્ષીય ધોની મેચની 20મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેમણે સતત ત્રણ સિક્સર ફટકારી મહાન ફિનિશરની ભૂમિકા નિભાવી હતી અને ત્યારબાદ બે રન બનાવીને CSKની ઇનિંગ્સને સમાપ્ત કરી હતી. ધોનીની આ 20 રનની ઇનિંગ નિર્ણાયક સાબિત થઇ હતી અને મુંબઇ ઇન્ડિયન્સની 20 રનથી હાર થઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button