સ્પોર્ટસ

યશસ્વીને ખોટો’ આઉટ અપાતાં ભારત-તરફી પ્રેક્ષકોએ ચીટર્સ…’ની બૂમો પાડી…

મેલબર્નઃ અહીં રોમાંચક અને ભારે રસાકસીવાળી ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે અંતિમ સત્રમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (84 રન, 208 બૉલ, 310 મિનિટ, આઠ ફોર)ને ખોટી રીતે કૅચઆઉટ આપવામાં આવ્યો હોવાનું માનીને પ્રેક્ષકોમાંના એક જૂથે ચીટર્સ…’ની બૂમો પાડી હતી. આ 10 મિનિટ સુધી ચાલ્યું હતું. કમિન્સના એક બૉલમાં યશસ્વી પુલ શૉટ મારવા ગયો, પણ ગ્લવ્ઝના એકદમ નીચલા ભાગને અડ્યા પછી વિકેટકીપર ઍલેક્સ કૅરી તરફ ગયો હોવાનું માનવામાં આવતું હતું.

આ પણ વાંચો : મેલબર્નમાં ભારતની હારના આ રહ્યા પાંચ કારણ…

કૅચ પકડાયો હતો, પણ અમ્પાયરે યશસ્વીને આઉટ નહોતો આપ્યો. ઑસ્ટ્રેલિયન ટીમે રિવ્યૂ માગી હતી જેમાં બૉલ-ટ્રૅકિંગ સિસ્ટમમાં કંઈ નહોતું આવ્યું અને કોઈ સ્પષ્ટ અવાજ પણ નહોતો કે જેમાં યશસ્વીના બૅટની કટ વાગી હોવાનો કોઈ સંકેત પણ નહોતો. જોકે થર્ડ અમ્પાયર (બાંગ્લાદેશના) શર્ફુદોઉલાને લાગ્યું કે ગ્લવ્ઝના એકદમ નીચલા ભાગને બૉલ અડકીને ગયો હશે અને એટલે જ બૉલની દિશા થોડી બદલાઈ ગઈ હશે.

એવું માનીને તેમણે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો. જોકે ભારત તરફી પ્રેક્ષકોને આ નિર્ણય ખોટો લાગ્યો અને તેમણે સંભવિત રીતે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને તેમ જ થર્ડ અમ્પાયરને નિશાન બનાવીનેચીટર્સ…’ની બૂમો પાડી હતી.

340 રનના લક્ષ્યાંક સામે એક તબક્કે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 121 રન હતો અને મૅચ ડ્રૉમાં જઈ શકે એમ હતી. જોકે ભારતે 34 રનમાં બાકીની સાતેય વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર હોબાળો, ગાવસ્કર રોષે ભરાયા, ચીટર-ચીટરના નારા લાગ્યા

ટૂંકમાં, ભારતની વર્લ્ડ-ક્લાસ બૅટિંગ સામે ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ-ક્લાસ બોલિંગ સફળ થઈ હતી અને ઑસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-1થી સરસાઈ લઈ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button