
ગુજરાતના રાઈટ હેન્ડેડ બેટ્સમેન પ્રિયાંક પાંચાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે અને તેણે પોતાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે. પ્રિયાંકે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાલના શુક્લા સાથેના લગ્નના પાંચ ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં કપલ એકદમ સુંદર લાગી રહ્યું છે.
33 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંક પાંચાલે લગ્નના ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે વચનથી ભરેલા દિલની સાથે પ્રેમની સુંદર યાત્રામાં અમે અમારા રસ્તા પર આગળ વધી રહ્યા છે. અમારી સ્ટોરીને શેર કરવા માટે ઉત્સુક છું. પ્રિયાંક અને કાલના…
આ પણ વાંચો: IPL 2024, LSG vs PBKS: આજે લખનઉમાં કે એલ રાહુલ સામે ગબ્બરની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર
ગુજરાતની કેપ્ટનશિપ કરી ચૂકેલા પ્રિયાંક પાંચાલ અને કાલના શુક્લાના લગ્નના ફોટા જોઈને તેમના પર સતત શુભેચ્છા અને અભિનંદનની વરસાદ થઈ રહી છે. ઈન્ડિયન ટીમના પ્લેયર યુઝવેન્દ્ર ચહલે કપલને શુભેચ્છા આપતાં રેડ હાર્ટવાળું ઈમોજી પોસ્ટ કર્યું હતું જ્યારે વેંકટેશ અય્યરે પણ આ બ્યુટીફૂલ કપલને શુભેચ્છા મોકલાવી છે.
પ્રિયાંક અને કાલનાએ નવેમ્બર, 2023ના સગાઈ કરી અને 28મી માર્ચના બે દિવસના પ્રિવેડિંગ ફંક્શન બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પ્રિયાંક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને લિસ્ટ એ ક્રિકેટમાં કુલ 35 સેન્ચ્યુરી ફટકારી ચૂક્યો છે અને જેમાં ફર્સ્ટ ક્લાસની 27 અને લિસ્ટ એની 8 સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કોહલીએ ગંભીરને ઘૂરકીને જોયો કે તરત એની ફૂટેજ વાઇરલ થઈ ગઈ
પ્રિયાંક પાંચાલ ભારતની સિનીયર નેશનલ ટીમમાં જગ્યા બનાવવામાં તો સફળ રહ્યા હતા પણ તેમણે એને પ્લેઈંગ ઈલેવનમાં ક્યારેય જગ્યા બનાવવાનો મોકો નથી મળ્યો અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે.
2021માં રોહિત શર્માને ઈજા પહોંચકા પ્રિયાંક પાંચાલને સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાામં આવ્યો હતો અને આ પહેલાં પણ તેને ટીમ ઈન્ડિયાની સામે ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો પણ તે ઈન્ટરનેશનલ લેવલ પર ડેબ્યુ નહોતો કરી શક્યો.