સ્પોર્ટસ
રણજીમાં પૃથ્વી, પડિક્કલના કમબૅક: પૂજારાની પણ સદી
રાયપુર: રણજી ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના પહેલા દિવસે મુંબઈએ છત્તીસગઢ સામે પૃથ્વી શો (૧૫૯ રન) અને ભૂપેન લાલવાણી (૧૦૨)ની સદીની મદદથી ચાર વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા.
પૃથ્વી ઘણા વખતે પાછો ફૉર્મમાં આવ્યો છે. જોકે તેની છેલ્લી સદી ઑગસ્ટમાં કાઉન્ટી મૅચમાં હતી. મુંબઈની ત્રણ વિકેટ આશિષ ચૌહાણે લીધી હતી.
ચેન્નઈમાં તામિલનાડુ સામે કર્ણાટકના દેવદત્ત પડિક્કલે (૨૧૬ બૉલમાં છ સિક્સર, બાર ફોરની મદદથી ૧૫૧ નૉટઆઉટ)ની શાનદાર ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે ૨૮૮ રન બનાવ્યા હતા. મુંબઈના પૃથ્વીની જેમ પડિક્કલ પણ પાછો ફૉર્મમાં આવ્યો છે.
જયપુરમાં રાજસ્થાન સામે સૌરાષ્ટ્રએ પહેલા દિવસે ચેતેશ્ર્વર પૂજારા (૧૧૦ રન)ની ઇનિંગ્સની મદદથી ચાર વિકેટે ૨૪૨ રન બનાવ્યા હતા. પૂજારાએ વધુ એક સદી ફટકારીને ટેસ્ટ ટીમમાં સામેલ થવા માટેનો દાવો મજબૂત
કર્યો હતો.