વડા પ્રધાન મોદીએ સચિન તેંડુલકરના કાશ્મીર પ્રવાસનો વીડિયો કર્યો શેર
નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના જમ્મુ કાશ્મીરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો હતો. જેની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની આ મુલાકાત યુવાનોને બે મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.
તેંડુલકરે સોશિયલ મીડિયા પર તેની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતનો એક નાનો વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે આ મુલાકાતની યાદો હંમેશા તેના મનમાં રહેશે. તેંડુલકરે કહ્યું હતું કે ત્યાં ચારે બાજુ બરફ હતો પરંતુ લોકોનું આતિથ્ય હૂંફથી ભરેલું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં જોવા માટે ઘણું બધું છે. આ મુલાકાત પછી હું તેમની સાથે સંપૂર્ણપણે સહમત છું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરનું બેટ ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સમગ્ર વિશ્ર્વમાં પ્રવાસ કર્યો છે અને હવે હું ભારત અને વિશ્ર્વભરના લોકોને ભલામણ કરું છું કે તેઓ જમ્મુ અને કાશ્મીર આવે અને અતુલ્ય ભારતના અનેક રત્નોમાંથી એકનો અનુભવ કરે. તેંડુલકરની આ પોસ્ટ પર મોદીએ જવાબ આપ્યો હતો કે આ જોવું અદ્ભૂત છે. સચિન તેંડુલકરની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત આપણા યુવાનોને બે મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.