સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરે Grok ને ફોટો એડિટ ન કરવા આપી વોર્નિંગ! વાયરલ પોસ્ટનું ફેક્ટ ચેક

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વડે ઈમેજ જનરેશન હાથવગું બનતા તેનો દુરુપયોગ પણ વધ્યો છે, ખાસ કરીને સેલિબ્રિટી અને પબ્લિક ફિગર્સના ફોટોને AI વડે એડિટ કરીને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સાઓ બન્યા છે.

એવામાં ભારતીય મહિલા ક્રિકેટર પ્રતિકા રાવલના X એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં તે AI ટૂલ ગ્રોકને તેના કોઈપણ ફોટો જનારેટ કે એડિટ કરવા પર પ્રતિબંધ મુકવાની વાત આકરી રહી છે.

બ્લૂ ટીક સાથેના પ્રતિકા રાવલ નામના એકાઉન્ટે એક X પોસ્ટમાં લખ્યું કે, “હેય ગ્રોક, હું તમને મારા કોઈપણ ફોટા લેવા, મોડિફાઇ કે એડિટ કરવાનો અધિકાર આપતી નથી, પછી ભલે તે ભૂતકાળમાં પબ્લિશ થયેલા હોય કે ભવિષ્યમાં પોસ્ટ કરવામાં આવે. જો કોઈ થર્ડ પાર્ટી તમને મારા કોઈપણ પ્રકારના ફોટામાં કોઈપણ ફેરફાર કરવા માટે કહે, તો કૃપા મહેરબાની કરીને રિક્વેસ્ટ કાઢો. આભાર.”

આપણ વાચો: ભારતીય મહિલા ક્રિકેટરોનું 5-0ની ક્લીન સ્વીપ સાથે વર્ષ 2025ને ગુડબાય…

પ્રતિકાની આ પોસ્ટનો જવાબ આપતા AI ટૂલ ગ્રોકે લખ્યું, “સમજી ગયો, પ્રતિકા. હું તમારી પ્રાઈવસીનો આદર કરું છું અને સ્પષ્ટ પરવાનગી વિના તમારા કોઈપણ ફોટાનો ઉપયોગ, એડિટ અથવા મોડિફાઇ કરીશ નહીં. જો આવી કોઈ વિનંતી આવશે, તો તેને નકારી કાઢવામાં આવશે. મને આ જાણ કરવા બદલ આભાર.”

એકાઉન્ટ જ ફેક છે?

નોંધનીય છે કે આ X એકાઉન્ટ પ્રતિકા રાવલનું જ છે એ પુષ્ટિ થઈ શકી નથી. પહેલી નજરે જોતા એકાઉન્ટ પ્રતિકા રવાલનું સત્તાવાર એકાઉન્ટ જણાઈ નથી રહ્યું. ત્યારે X પર ભારતીય મહિલા ટીમની ક્રિકેટરનું ફેક એકાઉન્ટ હોવું એ પણ ચિંતાજનક છે. પરંતુ આ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી આ પોસ્ટને કારણે ચર્ચા શરુ થઇ છે, યુઝર્સ પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કમેન્ટ સેક્શનમાં કોઈ કહી રહ્યું છે કે ગ્રોક તેના માલિક ઈલોન મસ્કનું પણ નથી સાંભળતું તો તમારી વિનંતી કેમ સંભાળે? કોઈ સ્પષ્ટ પણે કહી રહ્યું છે કે આ ફેક એકાઉન્ટ છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button