ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદે એક મૅચ જીતીને બે મોટી સિદ્ધિ મેળવી…

તાશ્કંદઃ ગ્રેન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ અહીં ઉઝચેસ કપ માસ્ટર્સ-2025 જીતીને ભારતના ચેસ ખેલાડીઓમાં સર્વોચ્ચ ક્રમાંકિત થઈ ગયો છે તેમ જ તે વિશ્વભરના ચેસ ખેલાડીઓના લાઇવ-રેટિંગ્સમાં ત્રણ ક્રમની છલાંગ લગાવીને ચોથા નંબર પર આવી ગયો છે.
તાશ્કંદની ટાઇટલ જીતને લીધે પ્રજ્ઞાનાનંદ (praggnanandha)નું લાઇવ રેટિંગ 2778.3 થઈ ગયું છે. એ રીતે તે વિશ્વમાં સાતમા નંબર પરથી ચોથા સ્થાને આવી ગયો છે. કરીઅરમાં તેનું આ હાઇએસ્ટ રેટિંગ (rating) પણ છે. 19 વર્ષના પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ (2776.6)ને પણ પાર કરી લીધો છે. ગુરુવાર સુધી અર્જુન એરીગૈસી (2775.7) ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત હતો. તે વિશ્વનાથન આનંદ પછીનો પ્રથમ સર્વોચ્ચ ક્રમાંકિત (Top ranked) ભારતીય બન્યો હતો, પરંતુ પ્રજ્ઞાનાનંદે અર્જુનને પણ પાછળ રાખી દીધો છે.
પ્રજ્ઞાનાનંદની અગાઉ વિશ્વના ટોચના ત્રણ ખેલાડીઓમાં મૅગ્નસ કાર્લસન (2839.2) પ્રથમ નંબરે, હિકારુ નાકામુરા (2807.0) બીજા નંબરે અને ફૅબિયાનો કૅરુઆના (2784.2) ત્રીજા નંબરે છે.