સ્પોર્ટસ
રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન, આઠ વર્ષ બાદ શૂન્ય રને આઉટ

સેન્ચુરિયનઃ સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 245 રન કર્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન કર્યા હતા અને 163 રનની લીડ મેળવી હતી.
બીજા દાવમાં પણ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા બીજા દાવમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. આ સાથે તે 60 ઇનિંગ્સ અને લગભગ 8 વર્ષ પછી ટેસ્ટમાં 0 રન પર આઉટ થયો હતો.
આ પહેલા તે 2015માં ટેસ્ટમાં 0 રન પર આઉટ થયો હતો. ત્યારે પણ રોહિત દક્ષિણ આફ્રિકા સામે શૂન્ય રન પર આઉટ થયો હતો. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ પ્રથમ વખત છે જ્યારે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હોય.
રોહિત શર્મા ટેસ્ટમાં 5મી વખત અને આંતરરાષ્ટ્રીય કરિયરમાં 31મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.