
જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) ટીમ તરફથી રમતા ભારતીય ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની મહિલાની સતામણી બદલ તાજેતરમાં યશ દયાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, હવે તેના વિરુદ્ધ વધુ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ યશ દયાલ પર રાજસ્થાનની એક સગીરા પર બળાત્કાર ગુજારવાનો ગંભીર આરોપ લાગવવામાં (Rape case register against Yadh Dayal) આવ્યો છે.
એક ખાનગી મીડિયા સંસ્થાએ આપેલા અહેવાલ મુજબ રાજસ્થાનની એક મહિલા પર બળાત્કાર ગુજારવા, તેની માનસિક સતામણી કરવા અને બ્લેકમેલ કરવાના આરોપસર યશ દયાલ વિરુદ્ધ જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
FIRમાં નોંધવામાં આવેલી માહિતી મુજબ યશ દયાલે સગીરાને ક્રિકેટમાં કરિયર બનાવવાની મદદ કરવાનું વચન આપ્યું હતું અને તેને સીતાપુરાની એક હોટલમાં ખાનગી રીતે મળવા બોલાવી હતી, જ્યાં તેના પર પહેલીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો, એ સમયે છોકરીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. યશ દયાલ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ કેસ નોંધાયો:
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ પોલીસે પણ યશ દલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. યશ દયાલ પર ગાઝિયાબાદની એક મહિલા સાથે છેતરપિંડી કરવાનો, તેનું જાતીય શોષણ કરવાનો અને માનસિક ત્રાસ આપવાનાં આરોપ લગાવવામાં આવ્યા છે. જોકે અલાહાબાદ હાઈકોર્ટે યશ દયાલને રાહત આપી હતી, હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી છે.
યશ દયાલે અલાહાબાદ હાઈકોર્ટમાં FIR ને પડકારતી અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરતા હાઈકોર્ટના ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્મા અને અનિલ કુમારની બેન્ચે યશની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે સરકારી વકીલને કાઉન્ટ એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું અને ફરિયાદીને આ મામલે પોતાનો પ્રતિ-દાવો દાખલ કરવા કહ્યું હતું.
યશ દયાલની IPL કારકિર્દી:
27 વર્ષીય યશ દયાલ લેફ્ટ હેન્ડ ફાસ્ટ-મીડિયમ બોલર છે. તે અગાઉ ગુજરાત ટાઇટન્સ માટે રમી ચુક્યો છે અને હાલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. યશ અત્યર સુધી 43 IPL મેચ રમી ચુક્યો છે, જેમાં તેણે 41 વિકેટ લીધી છે, જેમાં તેની બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ 20 રન આપીને 3 વિકેટ રહ્યું છે.
આ પણ વાંચો…પરાક્રમી પંતને લાખો સલામ…