સ્પોર્ટસ

પીએમ મોદીએ એશિયન જુનિયર હૉકી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે …

નવી દિલ્હીઃ ભારતની મેન્સ જુનિયર હૉકી ટીમે બુધવારે રાતે ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને સતત ત્રીજી વાર એશિયા કપનો તાજ જીતી લીધો એ સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ બિરદાવી છે.

ભારતીય જુનિયર હૉકી ટીમે એશિયા કપનું ટાઇટલ પાંચમી વખત જીતી લીધું છે.
પીએમ મોદીએ એક્સ (ટવિટર પર) ભારતીય જુનિયર હૉકી ટીમને તેમના કૌશલ્ય, બાહોશ અભિગમ, સંકલ્પશક્તિ તેમ જ ઉત્કૃષ્ટ ટીમવર્કને ધ્યાનમાં લઈને તેમની ખૂબ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: હૉકીમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, હૅટ-ટ્રિક ટાઇટલની સિદ્ધિ મેળવી

મોદીએ એક્સ પર લખ્યું, `હૉકી ચૅમ્પિયનો, તમારા પર અમે ગર્વ અનુભવીએ છીએ. ભારતીય હૉકી માટે આ ઐતિહાસિક પળ છે, કારણકે આપણે એશિયા કપ, 2024નું પ્રતિષ્ઠિત ટાઇટલ જીતી લીધું છે. તમારી અજોડ ખાસિયતોએ આ યાદગાર જીતને ખેલકૂદના ગૌરવપૂર્ણ વિજયોમાં સામેલ કરી દીધી છે.’

ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5-3ના જે માર્જિનથી હરાવ્યું એમાં પાંચમાંથી ચાર ગોલ અરાઇજિત સિંહ હુન્ડલે કર્યા હતા. તેને મૅન ઑફ ધ ફાઈનલનો અવૉર્ડ અપાયો હતો.

ભારત આ પહેલાં 2004માં, 2008માં, 2015માં, 2023માં ટાઇટલ જીત્યું હતું. 2021માં કોવિડની મહામારીને લીધે આ ટૂર્નામેન્ટ નહોતી રમાઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button