ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને લોકો માને છે અનલકી, કેપ્ટન રોહિત શર્મા માટે કહી દીધી આ વાત…
ક્રિકેટ જગતમાં અનેક ખેલાડીઓ એવા છે કે જેમના નામે મોટા મોટા રેકોર્ડ છે અને લોકોમાં તેમની એક અલગભ પ્રકારની ફેન ફોલોઈંગ જોવા મળે છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું ટીમ ઇન્ડિયાના એક એવા ખેલાડી વિશે કે જેને ક્રિકેટ કોરીડોરનો સૌથી અનલકી ખેલાડી માનવામાં આવે છે. હવે તમને થશે કે ટીમ ઇન્ડીયામાં તો એકથી એક ચડિયાતા ખેલાડીઓનો સમાવેશ થાય છે તો વળી આ અનલકી ખેલાડી કોણ છે? તો તમારા આ સવાલનો જવાબ છે કે આ ખેલાડીનું નામ છે સંજુ સેમસન.
સંજુની ગણતરી ભારતના સૌથી અનલક્કી ક્રિકેટરમાં કરવામાં આવે છે. 2015માં પહેલી વખત ટીમ ઈન્ડિયા માટે પહેલી મેચ રમનાર સંજુને 9 વર્ષમાં માત્ર 13 વનડે અને 24 T20I જ રમવાનો મોકો મળ્યો છે. ડોમસ્ટિક ક્રિકેટની સાથે સાથે આઈપીએલમાં સંજુ દમદાર પરફોર્મન્સ આપીને ઘણી વખત ટીમમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યો હતો, પરંતુ ઘણી વખત એવું પણ બન્યું હતું કે તેને આ તકનો લાભ ઉઠાવવાનો ચાન્સ મળ્યો નહીં.
હાલમાં જ જાહેર કરવામાં આવેલી ટીમ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 5 મેચની T-20 સિરીઝ માટેની ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું નહોતું.
જોકે, હવે તેણે પોતાની પસંદગી પર બાબતે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સેમસનનું આ બાબતે એવું કહેવું છે કે, તેણે જેટલું વિચાર્યુ હતું તેનાથી વધારે જ ભગવાને મને આપ્યું છે.
એક યુટ્યુબ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં સંજુ સેમસનને એવું જણાવ્યું હતું કે લોકોએ હંમેશાં મને સૌથી અનલકી ખેલાડી તરીકે જ ગણ્યો છે, પરંતુ હકીકત તો એ છે કે આજે હું જ્યાં પણ પહોંચ્યો છું ત્યાં તેનાથી ઘણું જ વધારે જ મેળવ્યું છે.
એટલું જ નહીં પણ સંજુ સેમસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને લઈને પણ મહત્વની ટિપ્પણી કરી હતી. રોહિત શર્મા વિશે ટિપ્પણી કરતાં તેણે એવું કહ્યું હતું કે રોહિત શર્માએ હમેશાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને તેણે મને ક્યારેય ટીમ ઈન્ડિયા માટે અનલકી નથી ગણ્યો.