પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!

મંગળવારના ત્રણ મુકાબલા પછી વજન ઘટ્યા પછી ખાવા-પીવામાં કાબૂ નહીં રહ્યો હોય

પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઉપરાઉપરી ત્રણ બાઉટ જીતીને ઐતિહાસિક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બુધવારથી તેના માથે પનોતી બેઠી હતી. 50 કિલો વજનની કૅટેગરીમાં તેના શરીરનું જેટલું (50 કિલો) વજન જાળવવાનું હોય એમાં 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી. આ ઘટનાને લીધે બુધવારથી ભારતમાં જ નહીં, પણ સમગ્ર ખેલજગતમાં સનસનાટી મચી ગઈ છે.

વિનેશે મંગળવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી, ક્વૉર્ટરમાં યુક્રેનની ઑક્સવાનાના 5-0થી અને સેમિ ફાઇનલમાં ક્યૂબાની યુસ્નેલિસ લૉપેઝને 5-0થી હરાવી હતી. એક જ દિવસમાં ત્રણ બાઉટમાં ખૂબ લડી હોવાથી તેને ભરપૂર પસીનો થયો હતો અને તેનું વજન ઘણું ઘટી ગયું હતું.

કહેવાય છે કે તેણે વજન વધારવા કદાચ સપ્લીમેન્ટ્સ લીધા હશે જેને કારણે તેનું વજન વધ્યું હશે અને ખાવા-પીવાને લીધે પણ વજન મંગળવાર રાત્રે બે કિલો જેટલું વધી ગયું હતું જે ઉતારવા તેણે માથાના થોડા વાળ કપાવ્યા હતા, રક્ત પણ આપ્યું હતું અને જૉગિંગ કરવા ઉપરાંત સ્કિપિંગ (દોરડાકૂદ)નો સહારો પણ લીધો હતો.

આ પણ વાંચો: Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી

જોકે સવારે ફાઇનલ પહેલાં જરૂરી વેઇ-ઇન વખતે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાથી તેને ડિસ્ક્વૉલિફાય કરાઈ હતી.


2016માં પણ વજનના મુદ્દાને લીધે ડિસ્ક્વૉલિફાય થયેલી

વિનેશ ફોગાટ 2016ની ઑલિમ્પિક્સમાં 48 કિલો વજનની કૅટેગરીમાં લડી હતી અને 2021ની ઑલિમ્પિક્સમાં 53 કિલો વજનની કૅટેગરી અપનાવી હતી. વિનેશ થોડા મહિના પહેલાં ઈજાને લીધે કુસ્તીની રિંગથી દૂર હતી ત્યારે ભારતની જ અંતિમ પંઘાલ નામની રેસલર એક મોટી સ્પર્ધામાં 53 કિલો કૅટેગરીમાં બ્રૉન્ઝ જીતી અને પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ જતાં વિનેશે સૌથી ઓછા 50 કિલો વજનની કૅટેગરીમાં આવવું પડ્યું હતું. 2016ની રિયો ઑલિમ્પિક્સ વખતે વિનેશને વજનને લગતો કાનૂન નડ્યો હતો અને તે સ્પર્ધામાંથી ગેરલાયક ઠરાવાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..