પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે

પૅરિસ: આ વખતની ઑલિમ્પિક ગેમ્સમાં શરૂઆતમાં ભારતીય શૂટર્સે ધમાલ મચાવી હતી, પરંતુ પછીથી ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો જાદુ ઓસરતો ગયો અને મેન્સ હૉકી ટીમે સેમિ ફાઇનલ સુધી પહોંચીને દેશની આબરૂ સાચવી રાખી છે.

જોકે ભારત માટે ખરી શરૂઆત હવે શરૂ થઈ રહી છે એવું કહી શકાય, કારણકે મંગળવારના જર્મની સામેના હૉકીના મુકાબલા ઉપરાંત 2021ની ટોક્યો ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા મંગળવારથી મોરચા પર આવી રહ્યો છે.
કુસ્તીબાજ વિનેશ ફોગાટ રિંગમાં આવી રહી છે. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો પડકાર બુધવારથી થશે, પરંતુ એ પહેલાં કેટલાક ભારતીયો મેડલ પાક્કા કરી લેશે એવી આશા છે.

આ પણ વાંચો: Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ

ઑલિમ્પિક્સમાં મંગળવારે કયા ભારતીયોની ઇવેન્ટ?

ઍથ્લેટિક્સ

-પુરુષોની ભાલાફેંકની હરીફાઈ (ક્વૉલિફિકેશન), નીરજ ચોપડા, બપોરે 1.50 પછી
-મહિલાઓની 400 મીટર રેસ, રેપશાઝ રાઉન્ડ, બપોરે 2.50

હૉકી

-મેન્સ સેમિ ફાઇનલ, ભારત વિરુદ્ધ જર્મની, રાત્રે 10.30

ટેબલ ટેનિસ

-મેન્સ ટીમ રાઉન્ડ (પ્રી-ક્વૉર્ટર ફાઇનલ), ભારત વિરુદ્ધ ચીન, બપોરે 1.30

રેસલિંગ

-વિમેન્સ ફ્રીસ્ટાઇલ (50 કિલો વર્ગ), 1/8 રાઉન્ડ, વિનેશ ફોગાટ, બપોરે 3.00
-વિમેન્સ ફ્રીસ્ટાઇલ (50 કિલો વર્ગ), 1/4 રાઉન્ડ, સાંજે 4.20
-વિમેન્સ ફ્રીસ્ટાઇલ (50 કિલો વર્ગ), સેમિ ફાઇનલ, રાત્રે 10.25

સેઇલિંગ

-વિમેન્સ ડિન્ગી (મેડલ રેસ)
-મેન્સ ડિન્ગી (મેડલ રેસ)


પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ

ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ કુલ

1 ચીન 21 17 13 51
2 અમેરિકા 19 27 26 72
3 ફ્રાન્સ 12 14 18 44
4 ઑસ્ટ્રેલિયા 12 11 8 31
5 સાઉથ કોરિયા 11 8 7 26
6 ગ્રેટ બ્રિટન 10 12 16 38
7 જાપાન 10 5 11 26
8 ઇટલી 8 0 6 24
9 નેધરલૅન્ડ્સ 6 5 4 15
10 જર્મની 6 5 2 13
58 ભારત 0 0 3 3

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button