Manu Bhakar સાથે ફોટો પડાવીને મુશ્કેલીમાં ફસાયો આ Handsome Bollywood Actor…
પેરિસ ઓલમ્પિક-2024માં ભારતને 2 બ્રોન્ઝ મેડલ જિતાડનાર શૂટર મનુ ભાકર (Manu Bhakar)એ દેશનું નામ રોશન કર્યું છે અને ભારત પાછા ફરતાં જ તેની મુલાકાત બોલીવૂડના હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ (John Abraham) સાથે થઈ હતી. મનુ સાથે થયેલી આ મુલાકાતના ફોટો જ્હોન અબ્રાહમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું કે મનુએ દેશનું નામ રોશન કરીને ગર્વ કરવાનો મોકો આપ્યો છે, તેને મળી સારું લાગ્યું.
જોકે, જ્હોને મનુ ભાકરને મળેલો બ્રોન્ઝ મેડલ પોતે પકડ્યો હતો એવો ફોટો શેર કરીને પોતાના માટે મુસીબત વહોરી લીધી છે. યુઝર્સ તેને આવી હરકત માટે ટ્રોલ કરી રહ્યા છે. આવો જોઈએ શું કહી રહ્યા છે યુઝર્સ-
આ પણ વાંચો: Paris Olympic માં બે મેડલ જીતી ભારત આવ્યા મનુ ભાકર, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું
જ્હોને શેર કરેલાં ફોટોમાં મનુ ભાકરે એક મેડલ પકડ્યો છે અને બીજો મેડલ જ્હોનના હાથમાં જોવા મળી રહ્યો છે. જ્હોનની આ હરકત યુઝર્સને ખાસ પસંદ આવી હોય એવું લાગતું નથી. મનુના મેડલ સાથે જ્હોનનું પોઝ આપવું લોકોને ખટકી ગયું છે અને આ કારણે જ તેમણે જ્હોનને ખરી ખોટી સંભળાવવાનું, ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
કમેન્ટ બોક્સમાં યુઝર્સ લખી રહ્યા છે કે સોરી, પણ મનુએ જિતેલા મેડલને હાથ લગાડવાનો તમને કોઈ જ અધિકાર નથી. બીજા યુઝરે લખ્યું છે કે બંને મેડલ મનુએ જિત્યા છે અને તેણે તમારી સાથે ફેન મોમેન્ટ શેર કરી છે. તમારે એનો મેડલ પકડીને ફોટો પડાવવાની જરૂર નહોતી. ત્રીજા એક યુઝરે તો લખ્યું છે કે મનુ આ મેડલ તમારી મહેનત છે, એને તમારે કોઈને ના આપવી જોઈએ. ચોથા યુઝરે તો હદ કરી નાખી અને સવાલ કર્યો કે જ્હોન અબ્રાહમે કયો મેડલ જિત્યો છે?
ટૂંકમાં મોટા ભાગના લોકોનું કહેવું છે કે મનુએ જિતેલા મેડલને હાથમાં લઈને જ્હોને ભૂલ કરી છે. આ મેડલને પકડવાનો તેને કોઈ જ અધિકાર નથી. આ પૂરી ઘટના પર હજી સુધી જ્હોને કોઈ ટિપ્પણી નથી કરી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હોનની અપકમિંગ ફિલ્મ વેદા છે અને તે 15મી ઓગસ્ટના રિલીઝ થઈ રહી છે.