પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ
બે ચેમ્પિયન બૉક્સરના જંગમાં ભારતની નિખત ઝરીન ચીનની વુ યુ સામે હારી ગઈ

પૅરિસ: ભારતની મુક્કાબાજ નિખત ઝરીને તેના કરોડો ચાહકોને ગુરુવારે નિરાશ કર્યા હતા. તે બાવન કિલો કૅટેગરીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની વર્લ્ડ ચૅમ્પિયન વુ યુ સામે પરાજિત થઈ હતી.
બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી ભારતીય બૉક્સરે શરૂઆત સારી કરી હતી, પણ પછીથી ચીની સ્પર્ધકનું પ્રભુત્વ વધતું ગયું હતું અને તેણે નિખતને 5-0થી હરાવી દીધી હતી.
વુ યુને જજની પૅનલ પર સર્વાનુમતે વિજેતા જાહેર કરવામાં આવી હતી.
નિખત મુક્કા મારવાની ઝડપ અને સચોટતા માટે જાણીતી છે, જ્યારે વુ યુ ચપળતા અને મજબૂત ડિફેન્સ ઉપરાંત આક્રમક અપ્રોચ માટે જાણીતી છે.
આ બાઉટમાં નિખતમાં સામાન્ય આક્રમક સ્ટાઇલનો અભાવ જણાયો હતો. તે રિધમ પણ નહોતી જાળવી શકી જેને પગલે તેણે એકેય પૉઇન્ટ મેળવ્યા વિના સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું હતું.