શાબાશ Manu Bhaker… મેડલ જિતતા PM Narendra Modiએ પોસ્ટ કરીને જણાવ્યું કેમ ખાસ છે આ મેડલ?
રવિવારનો દિવસ 140 કરોડ ભારતીયો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થયો હતો કારણ કે આજે જ ભારતે પેરિસ ઓલમ્પિક-2024 (Paris Olympic-2024)માં પહેલો મેડલ જિતીને ખાતુ ખોલાવી દીધું છે. 10 મીટર એર પિસ્ટલ મુકાબલામાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જિતીને વિદેશની ધરતી પર તિરંગો લહેરાવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મનુ ભાકરની આ સિદ્ધિને બિરદાવતા શુભકામનાઓ પાઠવી છે એટલું જ નહીં પણ પીએમ મોદીએ આ મેડલ માત્ર મનુ ભાકર જ નહીં પરંતુ ભારત માટે પણ કેમ ખાસ છે એનું કારણ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે. આવો જોઈએ કેમ આ મેડલ ભારત માટે ખાસ છે-
મનુ ભાકરની આ સિદ્ધિ પર પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે શાબાશ મનુ ભાકર, પેરિસ ઓલંપિકમાં ભારતને પહેલુ મેડલ અપાવવા માટે. બ્રોન્ઝ મેડલ જિતવા માટે અભિનંદન. આ સફળતા ભારત માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે મનુ ભારત માટે શૂટિંગમાં મેડલ જિતનાર પહેલી મહિલા શૂટર બની ગઈ છે. આ અદ્ભૂત સિદ્ધિ છે.
આ પણ વાંચો: Paris Olympic-2024: કોમેન્ટેટરે લાઈવ ટીવી પર કરી પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી…
10 મીટર એર પિસ્ટલ મહિલા વર્ગની કોમ્પિટિશનમાં મનુ ભાકરે શનિવારે જ ક્વોલિફાય કરી લીધું હતું. મેડલ ઈવેન્ટ રવિવાર થઈ જેમાં મનુ ભાકર શરુઆતથી ટોપ-3માં હતી. મનુ ભાકર આ મેચમાં ટોપ પર પહોંચી ગઈ હતી, પરંતુ છેલ્લાં રાઉન્ડમાં પહોંચતા પહોંચતા બંને કોરિયન શૂટર્સથી પાછળ થઈ ગઈ. સિલ્વર મેડલ માટે મનુ છેલ્લે સુધી કોમ્પિટીશનમાં હતી, પણ તે 0.1થી સિલ્વર મેડલ પર નિશાનો લગાવતા ચૂકી ગઈ હતી.
મનુ ભાકરે જે 10 મીટર એર પિસ્ટલ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ જિત્યો છે અને આ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ કોરિયાએ પોતાના નામે કર્યા છે.