પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ટીમ-ઇવેન્ટમાં હારેલી તીરંદાજ દીપિકા વ્યક્તિગત હરીફાઈની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

પૅરિસ: મહિલા તીરંદાજીમાં એક સમયે વર્લ્ડ નંબર-વનની રૅન્ક ધરાવનાર ભારતની દીપિકા કુમારી પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની આર્ચરીની હરીફાઈમાં બૅક-ટુ-બૅક મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

થોડા દિવસ પહેલાં ટીમ-ઇવેન્ટમાં ભારતને નિરાશ કરનાર દીપિકાએ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટમાં પહેલાં તો રસાકસીભરી મૅચમાં એસ્ટોનિયાની રીના પર્ણાતને શૂટ-ઑફ રાઉન્ડને અંતે 6-5થી હરાવી હતી અને પછી નેધરલૅન્ડ્સની ક્વિન્ટી રૉફેન સામે તેણે 6-2થી વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે

દીપિકાનો મુકાબલો હવે શનિવારની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જર્મનીની મિશેલ ક્રૉપેન સામે થશે.
એસ્ટોનિયાની રીના સામેનો શૂટ-ઑફ રાઉન્ડ દીપિકાએ 9-8થી જીતી લીધો હતો.

બીજી મૅચમાં જીતવું દીપિકા માટે બહુ અઘરું નહોતું, કારણકે નેધરલૅન્ડ્સની ક્વિન્ટીના એમાં કેટલાક ખરાબ શૉટ હતા જેનો સીધો ફાયદો દીપિકાને થયો હતો.

ચોથા સેટમાં દીપિકાએ ત્રણ તીર છોડીને અનુક્રમે 10, 9, 9ના પૉઇન્ટ નોંધાવ્યા હતા જેની સરખામણીમાં ક્વિન્ટી 7, 6, 10 પૉઇન્ટ નોંધાવી શકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button