પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

રવિવારે ભારતીયોને લક્ષ્ય, લવલીના અને હૉકી ટીમ પાસે મોટી આશા

પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતથી કુલ 117 ઍથ્લીટો-ખેલાડીઓ પૅરિસ ગયા છે, પરંતુ એકંદરે તેમનો પફોર્મન્સ નિરાશાજનક રહ્યો છે. જોકે રવિવારના નવમા દિવસે કેટલીક એવી લોકપ્રિય રમતોમાં ભારતીયો હરીફોને પડકારશે જેના પર તમામ ભારત-તરફી સ્પોર્ટ્સપ્રેમીઓની નજર રહેશે.

મેન્સ હૉકીમાં વિક્રમજનક આઠ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતની હૉકી ટીમનો રવિવારે બપોરે ક્વૉર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે મુકાબલો થશે. હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીયો પાંચમાંથી એક જ મૅચ હાર્યા છે, ત્રણ જીત્યા છે અને એક મૅચ ડ્રૉ કરી છે. એની તુલનામાં રવિવારની હરીફ ટીમ ગ્રેટ બ્રિટન પાંચમાંથી બે મૅચ જીતી છે, એક હારી છે અને બે મૅચ ડ્રૉ કરાવીને ક્વૉર્ટરમાં પહોંચી છે.

મહિલાઓની મુક્કાબાજીમાં ભારતની ટોચની બૉક્સર લવલીના બોર્ગોહેઇન ક્વૉર્ટર ફાઇનલમાં જીતીને સેમિ ફાઇનલમાં પહોંચીને મેડલ માટે પોતાનું નામ પાકું કરાવશે એવી આશા છે.
ભારતની રવિવારની બીજી એક મોટી મૅચ બૅડમિન્ટનમાં છે જેમાં લક્ષ્ય સેને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેન સામે રમવાનું છે અને એમાં લક્ષ્યની મોટી કસોટી થશે.

આ પણ વાંચો : મનુ ભાકર 1 નંબર પર રહ્યા પછી 1 પૉઇન્ટ માટે બ્રૉન્ઝની હૅટ-ટ્રિક ચૂકી ગઈ એટલે રડી પડી

રવિવારે ભારતીયોનો શેમાં પડકાર?

શૂટિંગ
-પચીસ મીટર રૅપિડ ફાયર પિસ્તોલ, મેન્સ ક્વૉલિફિકેશન સ્ટેજ-1, વિજયવીર સિધુ અને અનિશ, બપોરે 12.30

હૉકી
-મેન્સ ક્વૉર્ટર ફાઇનલ, ભારત વિરુદ્ધ ગ્રેટ બ્રિટન, બપોરે 1.30

ઍથ્લેટિક્સ
-મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ, રાઉન્ડ-1, પારુલ ચૌધરી, બપોરે 1.35
-મેન્સ લૉન્ગ જમ્પ, ક્વૉલિફિકેશન, જેસ્વિન ઑલ્ડ્રિન, બપોરે 2.30

બૉક્સિગં
-મહિલાઓની ક્વૉર્ટર ફાઇનલ, 75 કિલો વર્ગ, લવલીના બોર્ગોહેઇન વિરુદ્ધ લિ કિઆન (ચીન), બપોરે 3.02

બૅડમિન્ટન
-મેન્સ સિંગલ્સ સેમિ ફાઇનલ, લક્ષ્ય સેન વિરુદ્ધ વિક્ટર ઍક્સલસેન (ડેન્માર્ક), બપોરે 3.30

સેઇલિંગ
-મેન્સ ડિન્ગી રેસ-7 અને રેસ-8, વિષ્ણુ સર્વનન, બપોરે 3.35
-વિમેન્સ ડિન્ગી રેસ-7 અને રેસ-8, નેત્રા કુમાનન, સાંજે 6.05


પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ

ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ

1 ચીન 13 9 9 31
2 ઑસ્ટ્રેલિયા 12 7 5 24
3 ફ્રાન્સ 11 13 14 38
4 ગ્રેટ બ્રિટન 10 10 10 30
5 અમેરિકા 9 19 17 45
6 સાઉથ કોરિયા 9 6 4 19
7 જાપાન 8 4 7 19
8 ઇટલી 6 8 4 18
9 નેધરલૅન્ડ્સ 5 4 4 13
10 કૅનેડા 3 3 6 12
48 ભારત 0 0 3 3

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button