પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

Paris Olympics 2024: લક્ષ્ય સેનની પ્રથમ જીતની ગણતરી કરવામાં આવશે નહીં, ભારતને ફટકો

પેરીસ: ભારતના સ્ટાર બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં (Lakshya Sen in Paris Olympics) તેના અભિયાનની શરૂઆત જીતી સાથે કરી હતી, પરંતુ તેની જીતને ગણતરીમાં લેવામાં અહીં આવે. આનાથી ભારતને મોટો ફટકો પડ્યો છે, જો કે આ બધુ નિયમ મુજબ થઈ રહ્યું છે. લક્ષ્ય સેને જેને હરાવ્યો હતો તે પ્રતિસ્પર્ધીએ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં, આજે રમાનાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ ગ્રુપ-Cની મેચ પણ રદ્દ કરવામાં આવી છે. આ ખેલાડીઓ સામે જે વિરોધી ખેલાડીઓ રમવાના હતા તે ઈજાના કારણે બહાર થઈ ગયા છે.

ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ સિંગલ્સના ગ્રુપ-Lની શરૂઆતની મેચમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કેવિન કોર્ડન સામે મેળવેલી જીતની ગણતરી નહીં થાય. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ગ્વાટેમાલાનો હરીફ ડાબી હાથની કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ એક અપડેટમાં જણાવ્યું હતું કે ગ્વાટેમાલાના મેલ સિંગલ્સ ખેલાડી કેવિન કોર્ડન ડાબી કોણીની ઈજાને કારણે પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટન સ્પર્ધામાંથી ખસી ગયો છે. ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી અને બેલ્જિયમના જુલિયન કારાગી સામેની તેની બાકીની ગ્રુપ-L મેચો રમાશે નહીં. આ ગ્રૂપની મેચો રિશેડ્યુલ કરવામાં આવ્યા છે. BWFએ ગ્રૂપ એલમાં કોર્ડેન સાથે રમાનાર અથવા રમાયેલી તમામ મેચોના પરિણામો હવે રદબાતલ ગણવામાં આવે છે.

ટોક્યો ઓલિમ્પિક્સના સેમિ-ફાઇનલિસ્ટ કોર્ડેનના ખસી જવાનો અર્થ એ છે કે હવે ગ્રુપ Lમાં માત્ર ત્રણ ખેલાડીઓ હશે, જેમાં લક્ષ્ય સેન ઉપરાંત ક્રિસ્ટી અને કેરાગીનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં લક્ષ્ય એકમાત્ર એવો ખેલાડી હશે જે ત્રણ મેચ રમશે. લક્ષ્ય સેન હવે સોમવારે કારાગી અને બુધવારે તેની અંતિમ ગ્રૂપ મેચમાં ક્રિસ્ટી સામે મેચ રમશે.

દરમિયાન, જર્મન ખેલાડી માર્ક લેમ્સફસ ઈજાના કારણે ખસી ગયા બાદ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ ગ્રુપ સીની મેચ રદ કરવામાં આવી છે.

ભારતે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા:
પેરીસ ઓલમ્પિકમાં ભારતની પ્રદર્શન અત્યાર સુધી મિશ્રિત રહ્યું છે. કેટલાક ભારતીય ખેલાડીઓ તેમની મેચો જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કરી રહ્યા છે, તો કેટલાક હાર્યા બાદ બહાર થઈ રહ્યા છે. મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ખાતું ખોલાવ્યું છે. ભારતને આજે કેટલાક વધુ મેડલ મળવાની આશા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…