Paris Olympic 2024: કરોડો દિલ તૂટી ગયા! આ કારણે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, જેને કારણે દેશના લોકોને ગોલ્ડની આશા હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં.
પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશવા માટે તમામ અવરોધોને પાર કર્યા પછી, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી છે. અહેવાલ મુજબ ફાઈનલ મેચ માટે વિનેશનું વજન 50 કિલોથી થોડા ગ્રામ વધુ હતું. રિપોર્ટ્સ અનુસાર, વિનેશ આખી રાત ઊંઘી ન હતી, જોગિંગથી માંડીને સ્કીપિંગ અને સાયકલ ચલાવવા સુધી વિનેશે બધું જ કર્યું! પણ તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને એક નિવેદનમાં જણાવ્યું હતું “દુઃખની વાત છે કે ભારતીય ટીમે વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50kg વર્ગમાંથી અયોગ્ય ઠેરવવા અંગેના સમાચાર શેર કર્યા છે. ટીમ દ્વારા આખી રાત શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, આજે સવારે તેનું વજન 50kg કરતાં થોડા ગ્રામ જ વધુ રહ્યું હતું. આ સમયે ટીમ દ્વારા વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ સૌને વિનેશની પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે.”
ભારતીય કોચે જણાવ્યું હતું કે “આજે સવારે વિનેશનું વજન 100 ગ્રામ જેટલું વધારે હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો વધુ વજનને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે,”
Also Read –