સ્પોર્ટસ

પાકિસ્તાનના ભાલાફેંકના ઍથ્લીટ નદીમે કહ્યું, `ભારત સાથે સંઘર્ષ ચાલે છે એટલે…’

લાહોરઃ ભાલાફેંક (JAVELIN THROW)માં ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA)એ તાજેતરમાં પોતાના નામની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના અર્શદ નદીમ (ARSHAD NADEEM)ને આમંત્રિત કરવા સંબંધમાં જે ખુલાસો કર્યો હતો એના અનુસંધાનમાં નદીમને અહીં ગુરુવારે પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવતાં નદીમે કહ્યું, હમણાં ભારત સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે એટલે મારે નીરજ વિશે કંઈ જ નથી કહેવું. તેના વિશે હું કંઈ જ ટિપ્પણી નથી કરવા માગતો.' ભારત-પાકિસ્તાન જંગ પહેલાં છેલ્લા દોઢેક વર્ષમાં નીરજ ચોપડા અને અર્શદ નદીમ વચ્ચે બહુ સારી મિત્રતા જોવા મળી હતી.

પૅરિસ ઑલિમ્પિક્સ વખતે ગોલ્ડ મેડલિસ્ટ નદીમ અને સિલ્વર મેડલિસ્ટ નીરજ વચ્ચે મિત્રતા હોવાની ક્ષણો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં નીરજ ગોલ્ડ અને નદીમ સિલ્વર જીત્યો ત્યારે નદીમ પાસે પાકિસ્તાનનો ધ્વજ ઉપલબ્ધ ન હોવાને પગલે તેણે નીરજ સાથે ભારતના તિરંગા સાથે ઊભા રહીને પોઝ આપ્યો હતો. જોકે નીરજને ગયા અઠવાડિયે જ્યારે નદીમ સાથેની મૈત્રી વિશે અને તેણે (મોકૂફ રાખવામાં આવેલી નીરજ ચોપડા ક્લાસિક સ્પર્ધા)માં નદીમને આપેલા આમંત્રણ વિશે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય લશ્કરના લેફ્ટનન્ટ કર્નલ નીરજે કહ્યું હતું કે અમારી વચ્ચે ક્યારેય ગાઢ દોસ્તી હતી જ નહીં અને છે પણ નહીં. હવે તો પાકિસ્તાન સાથે જંગ થઈ ગયો એટલે તેની સાથે થોડી દોસ્તી પણ નહીં રહે. તે મારી જેમ ઍથ્લીટ છે અને મેં અન્ય ઍથ્લીટોની જેમ જ તેને પણ મારી ટૂર્નામેન્ટમાં આમંત્રિત કર્યો હતો.’

નદીમે ગુરુવારે પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ` હું એક ગામડામાંથી ઉપર આવ્યો છું અને ફક્ત એટલું જ કહીશ કે હું અને મારો પરિવાર હંમેશાં અમારા લશ્કરની પડખે રહીશું.’

આ પણ વાંચો…ઈંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની જાહેરાત કરી; આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button