પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટે લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે... | મુંબઈ સમાચાર

પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટે લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે…

કરાચી: પાકિસ્તાનના ક્રિકેટ જગતની દરેક બાબત પર લોકોની નજર રહે છે. પાકિસ્તાનના ખેલાડીઓની મેચમાં ભૂલ કે પછી કોઈ વિવાદસપદ નિવેદનોને લીધે પાકિસ્તાનનું ક્રિકેટ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટ મોહસીન અલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં મોહસીન અલી એક લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવતાં તેમની પત્નીને મારવા માટેનો પ્રયત્ન કરતાં દેખાઈ રહ્યા છે. મોહસીન અલીની આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ટીકા કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના ક્રિકેટ નિષ્ણાંત મોહસીન અલી લાઈવ તેમની પત્નીને ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની પત્નીને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મોહસીન અલી એક એન્કરને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ દરમિયાન વીડિયોમાં તેમની પત્નીનો અવાજ સંભળાતા અલી પત્નીને મારવાનો પ્રયત્ન કરી રહ્યાનું દેખાઈ રહ્યું છે.

આ બાબતને લઈને યૂટ્યુબ પર લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન એક વ્યક્તિએએ અલીને તેના આ કૃત્ય વિશે માફી માગવાનુ પણ કહ્યું હતું. જોકે અલીએ કહ્યું કે મારા વર્ષને 31 વર્ષ થઈ ગયા છે અને તે તેની પત્ની અને દરેક મહિલાની સન્માન કરે છે એવું કહ્યું હતું. આ ઘટના ભલે હાસ્યસ્પદ હોઈ શકે છે, પણ આ ઘટનાથી પાકિસ્તાનમાં મહિલાઓ સામે ઘરેલુ હિંસાનો મુદ્દો હવે ગ્લોબલ લેવલ પર પહોંચી ગયો છે.

અલીએ તેની પત્ની પર હાથ ઉપાડવાની ઘટનાને લઈને તેમની ટીકા થઈ રહી છે, એક યુઝરે લખ્યું હતું કે આ એક પ્રકારની ઘરેલુ હિંસા છે. તો બીજાએ લખ્યું કેટલા લોકો માટે આ સન્માનની બાબત છે અને તેમનાથી વધુ શું આશા રાખી શકાય છે એવું કહી સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો મત રજૂ કર્યો છે.

સંબંધિત લેખો

Back to top button