એમ એસ ધોની ફિલ્મ જોઈ પાકિસ્તાની ક્રિકેટરે નોકરી છોડી; હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરશે ડેબ્યું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એમ એસ ધોની ફિલ્મ જોઈ પાકિસ્તાની ક્રિકેટરે નોકરી છોડી; હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરશે ડેબ્યું

દુબઈ: ભારતીય ક્રિકેટર ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યો છે, હાલ તે IPLમાં જ રમતો જોવા મળે છે. એમ એસ ધોની યુવા ક્રિકેટરો માટે પ્રેરણાનું સ્ત્રોત રહ્યો છે. પાકિસ્તાનના એક ખેલાડી તાજેતરના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું તેને ધોનીના જીવન પર આધારિત ફિલ્મ જોઈને પ્રેરણા મળી હતી.

27 વર્ષીય “મિસ્ટ્રી સ્પિનર” ઉસ્માન તારીકને દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચની T20 સિરીઝ માટે પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું છે.

ફિલ્મ જોયા બાદ નોકરી છોડી:

એક ઈન્ટરવ્યુંમાં તારીકે જણાવ્યું કે ટીમના સ્થાન ન મળતા તેણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું અને દુબઈમાં સેલ્સમેન તરીકેની નોકરી કરવા લાગ્યો હતો, આ દરમિયાન તેણે “એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” ફિલ્મ જોઈ, જેમાંથી પ્રેરણા લઇને તેણે ફરી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું:

દુબઈથી પાકિસ્તાન આવીને તારીકે નેટ્સમાં સખત મેહનત શરુ કરી. તેને કેરેબિયન પ્રીમિયર લીગ 2025 રમવાની તક મળી જેમાં તને તેની પ્રતિભા સાબિત કરી, તે સિઝનમાં બીજા ક્રમનો વિકેટ ટેકર રહ્યો. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સનું ધ્યાન તેના પર ગયું, તેને પાકિસ્તાનની ટીમમાં સ્થાન આપવાનું નક્કી કર્યું. હવે તરીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કરવા જઈ રહ્યો છે.

બોલિંગ એક્શન પર સવાલ:

ઉસ્માન તારિકની બોલિંગ એક્શન અલગ જ પ્રકારની છે. પાકિસ્તાન સુપર લીગ 2024 દરમિયાન તેની બોલિંગ એક્શન ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. બાદમાં બાયોમિકેનિકલ ટેસ્ટમાં તેની એક્શનને ક્લિન ચિટ અમલી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button