સ્પોર્ટસ

પાકિસ્તાનમાં જન્મેલો અમેરિકી ક્રિકેટર અલી ખાન કહે છે, મને ભારતે…

કોલંબોઃ ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે રમવા આવવા માગતા પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકન ક્રિકેટર અલી ખાન (Ali Khan)નો એવો દાવો છે કે તેને ભારતે વિઝા (Visa) નકાર્યા છે. અલીએ આ દાવો ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીની કૅપ્શનમાં કર્યો છે.

સાતમી ફેબ્રુઆરીએ વર્લ્ડ કપ શરૂ થશે અને એને એક મહિનો પણ બાકી નથી ત્યારે અમેરિકાએ (આઇસીસીની મહેતલ પૂરી થઈ ગઈ હોવા છતાં) હજી સુધી ટીમની જાહેરાત નથી કરી. વર્લ્ડ કપમાં સાતમી ફેબ્રુઆરીએ પ્રથમ મૅચ વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે રમાવાની છે.

આ પણ વાંચો: મિચલ સ્ટાર્કને હમણાં નિવૃત્તિ નથી લેવી, પણ પત્ની અલીઝા હિલીએ જાહેર કરી દીધી

અલી 33 મૅચ રમી ચૂક્યો છે

35 વર્ષનો અલી ખાન પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે. તેનો જન્મ 1990માં પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાન્તમાં થયો હતો. તેનું આખું નામ મુહમ્મદ એહસાન અલી ખાન છે. તે 33 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂક્યો છે.

એહસાન આદિલ પાકિસ્તાન વતી રમ્યો છે

તે કોલંબોમાં અમેરિકાની ટીમ સાથે શિબિરમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. આ કૅમ્પના ખેલાડીઓના પર્ફોર્મન્સ પરથી અંતિમ 15 ખેલાડી નક્કી કરવામાં આવશે. ખરેખર તો આ શિબિરમાં એવા ત્રણ ખેલાડી સામેલ છે જેઓ પાકિસ્તાની મૂળના છે. એમાંથી એહસાન આદિલ પાકિસ્તાન વતી ત્રણ ટેસ્ટ રમી ચૂક્યો છે, જ્યારે મોહમ્મદ મોહસિન હજી એક પણ આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમ્યો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button