IPL 2024સ્પોર્ટસ

પાકિસ્તાન ભારતની જીત માટે દુઆ કરશે, સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાન મેચ થઇ શકે છે!

ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાતી આ ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડમાં કુલ 45 મેચો રમાવાની છે. અત્યાર સુધી 31 મેચ રમાઈ છે, જયારે 14 મેચ બાકી છે. પરંતુ કોઈ પણ ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન 100 ટકા નિશ્ચિત કરી શકી નથી.

ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે સેમીફાઈનલમાં ભારત પાકિસ્તાનનો મુકાબલો જોવા મળે. પાકિસ્તાને એવી આશા રાખવી પડશે ભારત તેની બાકી તમામ ત્રણ મેચ માં જીત મેળવે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેએ 7-7 મેચો રમી છે, જયારે અન્ય 8 ટીમોએ 6-6 મેચો રમી છે.પોઈન્ટ ટેબલમાં ભારત 12 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા, ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમે, પાકિસ્તાન પંચમાં, અફઘાનિસ્તાન છઠ્ઠા, શ્રીલંકા સાતમા, નેધરલેન્ડ આઠમા, બાંગ્લાદેશ નવમા ક્રમે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 10મા ક્રમે છે.

ગઈ કાલે પાકિસ્તાન સામે હાર બાદ બાંગ્લાદેશ બહાર ફેંકાઈ ગઈ છે અને ઈંગ્લેન્ડનું બહાર થવું લગભગ નક્કી જ છે. પાકિસ્તાનની ટીમેં બાંગ્લાદેશને હરાવી સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પરંતુ સેમીફાઈનલમાં પહોંચવા પાકિસ્તાનને તેની બાકી બંને મેચો જીતવી જરૂરી છે. સાથે સાથે પાકિસ્તાને એવી પણ આશા રાખવી પડશે ભારત તેની બાકી તમામ ત્રણ મેચો પણ જીતે. આ રીતે ભારત અને પાકિસ્તાનની ટીમો સેમીફાઈનલમાં સામસામે આવી એવી શક્યતા બની શકે છે. આ ઉપરાંત અન્ય ટીમોની જીત-હાર અને રનરેટ પોઈન્ટ ટેબલના સમીકરણો બદલી શકે છે.

ભારતે 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા, 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે બેંગ્લોરમાં નેધરલેન્ડ સામે રમવાનું છે. પાકિસ્તાનને હવે 4 નવેમ્બરે બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ અને 11 નવેમ્બરે કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે રમવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button