પાકિસ્તાનનું પોતાની જ પીએસએલમાં નાક કપાશેઃ જાણો શા માટે…

લાહોરઃ પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મની એટલી બધી ભારે પડી રહી છે કે હવે એની પોતાની જ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું નાક કપાઈ જશે એવી હાલત છે.
વાત એવી છે કે પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનીઓને દેશમાંથી કાઢી નાખવાનું શરૂ કર્યું એટલે પાકિસ્તાને (PAKISTAN) પણ જવાબમાં પીએસએલમાં ટેક્નિશિયન અને અન્ય વિભાગમાં કામ કરી રહેલા ભારતીય નિષ્ણાતોને ભારત પાછા મોકલવાનું શરૂ કરી દીધું હતું. હવે પાકિસ્તાનની હાલત એવી છે કે એણે આગામી પીએસએલની ક્રિકેટ મૅચો હૉકઆય (HAWKEYE) તથા ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) જેવી મહત્ત્વની સુવિધાઓ વગર ટૂર્નામેન્ટ રાખવી પડશે.
કારણ એ છે કે આ ટેક્નોલૉજીને લગતું કામકાજ ભારતીય નિષ્ણાતો સંભાળતા હતા અને પાકિસ્તાન એ બધાને સ્વદેશ પાછા મોકલી ચૂક્યું છે.
ભારતના મિસાઇલ હુમલાને કારણે નાસીપાસ થયેલા પાકિસ્તાને પીએસએલને મોકૂફ રાખવી પડી હતી. પીસીબીએ આ ટૂર્નામેન્ટની બાકીની મૅચો દુબઈમાં રાખવા યુએઇ ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી, પણ યુએઇએ એ વિનંતી ઠુકરાવી હતી.
હજી તો પીસીબી બાકીની પીએસએલ ક્યારે અને ક્યાં રાખશે એ સૌથી મોટો સવાલ છે અને સૂત્રો જણાવે છે કે પીસીબીએ આ સ્પર્ધા ડીઆરએસ તથા હૉકેઆય જેવી સગવડો વગર આગળ વધારવી પડશે, કારણકે ભારતીય નિષ્ણાતો સિવાય પાકિસ્તાન પાસે બીજું એવું કોઈ નથી જેઓ આ બે સુવિધાઓને સહજતાથી ચલાવી શકે