ટ્રાઈ સિરીઝની પહેલી મેચમાં પાકિસ્તાન માંડ બચ્યું! બાબર આઝમ ફરી ‘ઝીરો’ પર આઉટ…

રાવલપિંડી: પાકિસ્તાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટ્રાઈ સિરીઝની શરૂઆત થઇ ચુકી છે, જેની પહેલી મેચ ગઈ કાલે મંગળવારે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ રમાઈ હતી. રોમાંચક મેચમાં પાકિસ્તાને માંડમાંડ જીત મેળવી, મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. પાકિસ્તાનનો સ્ટાર બેટર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો.
ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટ અને ટી. મારુમાનીએ મળીને પાકિસ્તાનના બોલરોની ધોલાઈ હતી, અને ટીમને મને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ મળીને પહેલી આઠ ઓવરમાં 72 રનની પાર્ટનરશીપ કરી. મારુમાનીએ 22 બોલમાં 30 રન બનાવ્યા. પહેલી વિકેટ પડ્યા બાદ ઝિમ્બાબ્વેની એક પછી એક વિકેટ પડતી ગઈ. બેનેટ પણ 36 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ 24 બોલમાં 34 રન બનાવી અણનમ રહ્યો. શરૂઆતમાં એવું લાગતું હતું કે ઝિમ્બાબ્વે 180 સુધી પહોંચી શકે છે, પરંતુ ટીમ 147 રન જ બનાવી શકી. પાકિસ્તાનના હમ્માદ નવાઝે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી, શાહીન આફ્રિદી 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી. સલમાન મિર્ઝા, સૈમ અયુબ અને અબરાર અહેમદને 1-1 વિકેટ મળી.
148 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી, 30 રનના સ્કોર પર ટીમની ત્રણ વિકેટ પડી ગઈ. બાબર આઝમ એક પણ રન ન બનાવી શક્યો, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે 8મી વાત શૂન્ય પર આઉટ થયો. ત્યાર બાદ બેટર્સે ઇનિંગ સંભાળી અને ટીમને હારથી બચાવી. ફખર ઝમાને 32 બોલમાં 44 અને ઉસ્માન ખાને 28 બોલમાં 39 રન બનાવ્યા. મોહમ્મદ નવાઝે 12 બોલના 21ની ઇનિંગ રમી. બ્રેડ ઇવાન્સે બે વિકેટ લીધી.
મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, જો 19મી ઓવરમાં 12 રન ન બન્યા હોત તો મેચનું પરિણામ કંઇક અલગ પણ આવી શક્યું હોત.
આ પણ વાંચો…બાબર આઝમે એવું તે શું કર્યું કે અમ્પાયરોની ફરિયાદ પછી તેની મૅચ ફી કાપી લેવાઈ?



