સ્પોર્ટસ

દુબઈની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 348 રનનો લક્ષ્યાંક આપ્યો

હેનિલ પટેલ અને ખિલન પટેલે લીધી બે-બે વિકેટ

દુબઈ: ભારત સામે આજે અહીં અન્ડર-19 વન-ડે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 347 રન કર્યા હતા.

ભારતને 348 runનો મોટો ટાર્ગેટ મળ્યો છે. જોકે ભારત પાસે વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી, આયુષ મ્હાત્રે સહિત ભરોસાપાત્ર બૅટ્સમેનો હોવાથી વિજય શક્ય છે.

પાકિસ્તાન વની ઓપનર

સમીર મિન્હાસ (172 રન, 113 બૉલ, નવ સિક્સર, સત્તર ફોર) સૌથી લાંબી ઇનિંગ્સ રમ્યો હતો. અહમદ હુસૈને 56 રન કર્યા હતા.

સવારે પાકિસ્તાને ચોથી જ ઓવરમાં ઓપનર હમઝા ઝહૂર ગુમાવી દીધો હતો અને એ વિકેટ મૂળ વલસાડના 18 વર્ષીય પેસ બોલર હેનિલ પટેલે (Henil patel) લીધી હતી. હેનિલ તેમ જ મોડાસાના સ્પિનર ખિલન પટેલે (Khilan Patel) બે-બે વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ મુખ્ય પેસ બોલર દીપેશ દેવેન્દ્રનને મળી હતી.

ભારતીય ટીમના કેપ્ટન અને મૂળ મુંબઈના આયુષ મહાત્રએ ટૉસ (Toss) જીત્યા બાદ ફીલ્ડિંગ પસંદ કરી હતી. તેણે બે પેસ બોલર કિશન સિંહ અને હેનિલ પટેલથી બોલિંગની શરૂઆત કરી હતી અને હેનિલ પટેલે પોતાની બીજી જ ઓવરના ત્રીજા બૉલમાં ઓપનર હમઝા ઝહૂરને આઉટ કરી દીધો હતો. ખુદ આયુષ મ્હાત્રેએ મિડ-ઑફ પર તેનો આસાન કૅચ ઝીલ્યો હતો. ઝહૂર માત્ર 14 રન કરી શક્યો હતો.

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં તમામ મૅચો જીતીને ફાઇનલમાં પહોંચી છે.

સપ્ટેમ્બરમાં ભારતની સિનિયર ક્રિકેટ ટીમે દુબઈમાં જ પાકિસ્તાનને (ફાઇનલ સહિત) ઉપરાઉપરી ત્રણ ટી-20 મૅચમાં હરાવીને એશિયા કપનું ચૅમ્પિયનપદ જીતી લીધું હતું. જોકે એની ટ્રોફી હજી સુધી ભારતને મળી નથી.

આ પણ વાંચો…U-19 એશિયા કપ ફાઈનલ: મેદાનમાં મોહસીન નકવીની હાજરી, ફરી સર્જાઈ શકે છે ટ્રોફી વિવાદ!

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button