સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડનો જવાબ નહીં: ટેસ્ટમાં વન-ડેની જેમ બનાવ્યા 492 રન, પાકિસ્તાન કપરી સ્થિતિમાં…

મુલતાન: અહીં સિરીઝની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 ઓવરમાં 556 રન બનાવ્યા તો ઇંગ્લૅન્ડે એનાથી પણ ચડિયાતું પર્ફોર્મ કર્યું. બુધવારના ત્રીજા દિવસે ઑલી પૉપની ટીમે ફક્ત 101 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટના ભોગે 492 રન ખડકી દીધા. ખાસ વાત તો એ છે કે બ્રિટિશરોએ વન-ડે સ્ટાઇલથી ફટકાબાજી કરી અને બીજી નવાઈ એ વાતની છે કે આખી ટેસ્ટના પહેલા ત્રણ દિવસમાં કુલ પાંચ સેન્ચુરી ફટકારાઈ.

શાન મસૂદની ટીમની કૅપ્ટન્સીમાં પાકિસ્તાને ખુદ મસૂદ (151 રન), સલમાન આગા (104 અણનમ) અને અબદુલ્લા શફીક (102 રન) ત્રણ સદી નોંધાવી તો ઇંગ્લૅન્ડ વતી બે સેન્ચુરી થઈ અને એમાં પણ જૉ રૂટ (176 નૉટઆઉટ) ડબલ સેન્ચુરીની નજીક પહોંચી રહ્યો છે. તેની સાથે હૅરી બ્રૂક 141 રને રમી રહ્યો હતો અને બન્ને વચ્ચે 310 બૉલમાં 243 રનની અતૂટ ભાગીદારી થઈ છે. પાકિસ્તાનમાં કોઈ પણ વિકેટ માટેની ઇંગ્લૅન્ડની આ સર્વોત્તમ ભાગીદારી છે. બ્રૂકે 173 બૉલમાં બનાવેલા 141 રનમાં બાર ચોક્કા અને એક છગ્ગો સામેલ હતા. તેની આ છઠ્ઠી સદી છે, જ્યારે 35મી સેન્ચુરી ફટકારનાર જૉ રૂટના અણનમ 176 રનમાં બાર ચોક્કા સામેલ છે.

બેન ડકેટ 84 રન બનાવીને આઉટ થયો ત્યારે ટીમ-સ્કોર ત્રણ વિકેટે 249 રન હતો અને ત્રીજા દિવસની રમતને અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર 492/3 હતો.

પાકિસ્તાનના સાત બોલરમાં શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને આમેર જમાલને એક-એક વિકેટ મળી હતી. જમાલે બે કૅચ પણ પકડ્યા હતા.

ઇંગ્લૅન્ડના ઓપનર્સમાં ઝૅક ક્રૉવ્લી 78 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કૅપ્ટન પૉપ શૂન્ય પર જ નસીમ શાહના બૉલમાં કૅચ આપી બેઠો હતો.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker