પાકિસ્તાની હોકી ફેડરેશન થઈ શકે સસ્પેન્ડ, જાણો શું છે મામલો?

કરાચીઃ પાકિસ્તાન હોકી ફેડરેશન (પીએચએફ)ને ઈન્ટરનેશનલ હોકી સસ્પેન્ડ કરી શકે છે એવી અટકળોને લઈ ઈન્ટરનેશનલ હોકી ક્ષેત્રે સૌથી મોટી હિલચાલના સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે.
પાકિસ્તાન હૉકી ફેડરેશનને આંતરરાષ્ટ્રીય હૉકી ફેડરેશન સસ્પેન્ડ કરી શકે છે કારણ કે કાર્યવાહક વડા પ્રધાન અનવર ઉલ હક કાકર દ્વારા નવા પીએચએફ પ્રમુખની નિમણૂકને તેમના પુરોગામી ખાલિદ સજ્જાદ ખોકર દ્વારા પડકારવામાં આવ્યો છે.
ખોકર 2015થી પાકિસ્તાન હૉકી ફેડરેશનના પ્રમુખ છે. તેમણે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ તેમની બરતરફી અને નવા પ્રમુખ તરીકે મીર તારિક હુસૈન બુગાટીની નિમણૂકને પડકારશે. ખોકરે કહ્યું હતું કે હું કોર્ટનો સંપર્ક કરીશ અને જ્યાં સુધી આ ગેરબંધારણીય અને ગેરકાયદેસર નિર્ણય બદલાશે નહીં ત્યાં સુધી હાર માનીશ નહીં.
દરમિયાન ખાલીદ સજ્જાદ ખોકરે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ તેમને બરતરફ કરવા મીર તારીક હુસૈન બુગતીને નવા પ્રમુખની રીતે કરવામાં આવેલી નિમણૂકને પડકારશે. ખોકરે કહ્યું હતું કે હું બિનજરુરી વિવાદોને ટાળવા માગુ છું, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી અને એફઆઈએચની નજીક જવા મજબૂર બનવું પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની નવી નિમણૂકને સરકારી દખલગીરી માનીને પીએચએફને સસ્પેન્ડ કરી શકે છે.